
30 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સે પાલનપુર ના અધ્યાપકે વસુદેવ કુટુંબકમં એટલે કે પૃથ્વી પરનો પ્રત્યેક જીવ મારૂ કુટુંબ છે એવી ભાવનાથી તા-૨૯ જૂૂન ના રોજ બોટની વિભાગ ના પ્રાધ્યાપક ડૉ. હરેશ ગોંડલીયા નો જન્મ દિવસ હોવાથી બનાસકાંઠા ના બાલારામ સ્થિત ઉજાણી ગૃહ ખાતે બાલારામ વન વિભાગ ના સહયોગ થી કોલેજના અધ્યાપકો સાથે લઈને વૃક્ષારોપણ કાર્યક્રમ માં ભાગ લીધો હતો જેનો ઉદેશ્ય જણાવતા ડૉ. હરેશ ગોંડલીયા કહ્યું હતું કે “આ ધરતી આપણી માતા છે જે આપણને હવા,પાણી,રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે તો આપણી પણ નૈતિક ફરજ છે પૃથ્વી ને કઈક અર્પણ કરી એનું ઋણ અદા કરીએ માટે દરેક વ્યક્તિ એ આવા કાર્યક્રમ કરી આ સમાજમાં પર્યાવરણ વિષે જાગૃતિ લાવવી જોઈએ” વધુમાં આ કાર્યક્રમાં વન વિભાગ તરફ થી શ્રી મહેશભાઈ ચૌધરી, શ્રી નાગજીભાઈ ચૌધરી તેમજ નેચર એજ્યુકેશન કેમ્પેનર શ્રી વિપુલ કરણાવત તેમજ કોલેજ તરફ થી ડૉ. આર. ડી. વરસાત, શ્રી ડી. એન પટેલ, ડૉ ધ્રુવ પંડયા, ડૉ જ્યોતીન્દ્ર માહ્યાવંશી, ડૉ અનિલ પરમાર અને શ્રી મિલન દવે તદઉપરાંત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના પાલનપુર વિભાગ ના સહકાર્યવાહ શ્રી નાનજીભાઈ ચૌધરી અને શ્રી હાર્દિકભાઈ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.