KALOL(Panchamahal)PANCHMAHAL

મજૂર અદાલત ગોધરા દ્વારા સંતરામપુર નગરપાલિકાના કામદારને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો અદાલતનો આદેશ.

તારીખ ૯ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

સંતરામપુર નગરપાલિકામાં તારીખ ૧/૭/૯૯ પટાવાળા તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર ભાઈ સોમેશ્વર ઉપાધ્યા ને સંસ્થાના જે તે સમયના અધિકારએ તારીખ ૨૩ /૪/૧૯ રોજ થી નોકરીમાંથી કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય નોકરી માંથી ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધેલ અરજદારી નોકરીના અરસા દરમિયા સંસ્થાના જુદા જુદા વિભાગ કામ કરતા સામૂહિક કામદારોએ કાયમી થવા બાબતે મજૂર અદાલત ગોધરા ખાતે ડિમાન્ડ કેસ નંબર ૫/૯૭ દાખલ કરે જે ડિમાન્ડ કેસમાં આ કામના અરજદારનો પણ સમાવેશ થતો હતો જ્યારે આવો કોઈ વિવાદ કોર્ટ સમક્ષ પડતર હોઈ તે અરસા દરમિયાન સંસ્થાએ અરજદારની નોકરી શરતોમાં ફેરફાર કરવો હોય તો જે તે અદાલત સમક્ષ એપ્રુવલ અરજી દાખલ કરવાની જોગવાઈ હોવા છતાં આવી કોઈ અરજી દાખલ કર્યા સિવાય કે કોર્ટની પરવાનગી મેળવ્યા સિવાય અરજદારને ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધેલ સંસ્થાના છૂટા કરવાના આદેશથી નારાજ થઈ ઔદ્યોગિક વિવાદ ધારા ની કલમ કલમ ૩૩ ના થયેલા ભંગ બદલ અરજદાર દ્વારા ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઇ ને રૂબરૂ મળી એમને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરેલ જે રજૂઆત ધ્યાને લઈ મજુર અદાલત ગોધરા સમક્ષ ફેડ્રેશને કલમ ૩૩ ના ભંગ બદલ ૩૩(એ)નો વિવાદ સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ ઉપસ્થિત કરે જે વિવાદ ચાલી જતા ફેડરેશનના એડવોકેટ સીતેશ એ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ દ્વારા અદાલત સમક્ષ ધારદાર દલીલો કરતા મજૂર અદાલત ગોધરાના માનનીય ન્યાયાધીશ હિતેશકુમાર એ મકા દ્વારા અરજદારને સંતરામપુર નગરપાલિકાએ કલમ ૩૩ નો ભંગ કરી અરજદારને છુટા કરેલા હોવાનું પુરવાર થતું હોય તેમ જાહેર કરી અરજદારને સંતરામપુર નગરપાલિકાના અધિકારીએ તેમને તેમની લાંબા સમયની નોકરી હોય પુનઃ સ્થાપિત કરવાનો આખરી આદેશ કરેલ છે એ આદેશ મુજબ પાલિકાના અધિકારીઓએ અરજદારને ફરજ ઉપર હાજર કરેલ ના હોય તે બાબતેફેડ્રેસ ને એવોર્ડ ભંગ બદલ કલમ ૨૯ હેઠળ પાલિકા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરેલ છે કામદારને લાંબા સમય બાદ ન્યાય મળતા પણ હાલ કામદાર બેરોજગાર જણાઈ આવે છે આ બાબતે કામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વારા ન્યાય મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરેલ છે.

 

[wptube id="1252022"]
Back to top button