સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ વિશ્વ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી

તા.૦૫.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ વિશ્વ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાએ તાલીમ વર્ગમાં તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આજે વિશ્વ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. દર વર્ષે પાંચ ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિવસનો ઉદ્દેશ્ય વિશ્વના શિક્ષકોની પ્રશંસા, મૂલ્યાંકન અને સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને શિક્ષકો અને શિક્ષણ સબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શનો છે.વિશ્વમાંશિક્ષકો ક્યારે પણ સાધારણ નથી હોતા..અને વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે . આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક મકવાણા દિલીપકુમાર એચ. દ્વારા શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે ન્યુ પાર્થ મોરા તાલીમ કેન્દ્રના સંચાલક અશ્વિનભાઈ સી. સંગાડા, ન્યુ પાર્થ સુખસર તાલીમ કેન્દ્રના સંચાલક રાજુભાઇ એસ. મકવાણા દ્વારા શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી








