MORBI: મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં બગથળા ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો

MORBI: મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં બગથળા ગામે મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લાના બગથળા ગામે ‘સ્વચ્છતા હી સેવા’ – ૨૦૨૩ અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર રાષ્ટ્ર ‘સ્વચ્છતા હી સેવા’ના સંકલ્પ સાથે સ્વચ્છતા માસ ઉજવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧ લી ઓકટોબરના રોજ દેશમાં ‘એક તારીખ એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમ દાન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબી ખાતે પણ વિવિધ સ્થળોએ મહાશ્રમ દાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના બગથળા ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની ઉપસ્થિતિમાં મહાશ્રમ દાન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.જાડેજા સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર એસ. બી.એમ.(જી) ભાવેશભાઈ વાઢેર તેમજ તાલુકા કક્ષાના કર્મચારી શ્રી દક્ષાબેન મકવાણા અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ સહભાગી બની આ સ્વચ્છતાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.








