હાલોલ: કોપરેજ ગામ પાસે કેનાલમાં બે યુવાનો ડૂબ્યા,બે યુવકો પૈકી એકનો મૃતદેહ મળ્યો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૯.૨૦૨૩
હાલોલ તાલુકાના કોપરેજ ગામ પાસે થી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં આઈટીઆઈ વાઘોડિયા ખાતે અભ્યાસ કરતા અને હાલોલ તાલુકાના કંસારા વાવ ગામના બે વિદ્યાર્થીઓ હાથ પગ ધોવા ઉતરેલ વિદ્યાર્થો ના પગ લપસી પડતા કેનાલ માં ડૂબી જતા ફાયર ફાઇટર ની મદદથી તેઓની શોધખોળ આદરી હતી. જેમાં ૨૪, કલાક બાદ એટલે કે રવિવારે બપોર બાદ એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે બીજા વિદ્યાર્થીની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા ખાતે આવેલ આઈટીઆઈ માં હાલોલ તાલુકાના કંસારા વાવ ગામ ના ત્રણ વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં અભ્યાસ કરવા ગયા હતા. જ્યાંથી શનિવારે બપોર બાદ અભ્યાસ પૂર્ણ કરી પરત પોતાના ઘરે કંસારા વાવ આવવા નીકળ્યા હતા.દરમિયાન કોપરેજ નજીક એક વિદ્યાર્થીના ચાલુ બાઈકે પગ ગંદા થતાં તેણે તેના સાથી અન્ય બે વિદ્યાર્થીઓને કેનાલ નજીક પગ ધોવા માટે બાઈક ઊભું રાખવા જણાવેલ જે બાદ તે વિદ્યાર્થી પોતાના પગ સાફ કરવા કેનાલમાં ઊતર્યો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે પાણીમાં ડૂબવા લાગ્યો હતો.જેને બચાવવા અન્ય એક વિદ્યાર્થી પણ પાણીમાં ઉતરતા તે પણ પાણીમાં તણાયો હતો.જોકે આ બનાવ બનતા અન્ય એક સાથી વિદ્યાર્થી જે કેનાલ પર ઉભો હતો તેને મદદ માટે બુમાબુમ કરતા સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા.બનાવ ને લઈ તાત્કાલિક હાલોલ ગ્રામ્ય પોલીસ તેમજ હાલોલ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તેની શોધખોળ આદરી હતી. મોડી રાત થઇ ત્યાં સુધી તેઓની ભાળ ન મળતા આજે વહેલી સવાર થી હાલોલ ફાયર ફાઈટર તેમજ એનડીઆરએફ ની તેમજ એસ આર પી ગ્રુપ ગોધરા ની મદદ થી તેની શોધખોળ ચાલુ કરી હતી. અથાગ પ્રયત્નો બાદ આજે રવિવાર ની બપોરે વિશાલ ગણપતભાઈ પરમાર ઉ.વ.૧૭, નો મૃતદેહ મળયો હતો. જયારે આ સમાચાર લખાઈ રહ્યા છે. ત્યાં સુધી બીજા વિદ્યાર્થી નો કોઈ પત્તો લાગ્યો ન હતો. જોકે તેની શોધખોળ હાલ ચાલુ છે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.












