MEHSANAVIJAPUR

વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં રૂ.૧ લાખથી પણ વધારે ખર્ચની સર્જરી વિનામુલ્યે કરવામાં આવી

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના -PMJAY યોજના
PMJAY યોજના દ્વારા હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર- લીવરમાં ગાંઠની નિ:શુલ્ક સારવારથી લાભાર્થી અશોકભાઇ ચાવડા દર્દ મુક્ત થયા
લાખોમા એકાદ વ્યક્તિને થતી કુતરાની લાળને લીધે થતી હાઇડેટીડ સિસ્ટ(Hydatid Cyst)ની ગંભીર બીમારી અંદાજિત રૂ.૧ લાખથી પણ વધારે ખર્ચની સર્જરી વિનામુલ્યે કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર દ્વારા સર્જરી વિભાગ માં તા.૧૩-૦૪-૨૦૨૩ ના રોજ દર્દી ચાવડા અશોકભાઇ હરગોવનભાઇ ઉમર વર્ષ ૪૫ કમાણા ગામના વતની પેટમા સખત દુ:ખાવો, ઉલટી,ઉબકા જેવી કમપ્લેઈન સાથે સર્જરી વિભાગમા બતાવવા આવેલ.દર્દીને તપાસતા અને ગંભીરતા જણાતા સર્જરી વિભાગના વડા ડૉ.કે.જી. પટેલ,ખ્યાતનામ સર્વે ડૉક્ટરોની ટીમ દ્વારા જરૂરી રિપોર્ટ,સીટી સ્કેન કરાવી લાખોમા એકાદ વ્યક્તિને થતી કુતરાની લાળને લીધે હાઇડેટીડ સિસ્ટ(Hydatid Cyst)ની ગંભીર બીમારી (લીવરમા 87x52x72 mmની મોટી ગાંઠ) નું નિદાન કરી તેનું તારીખ ૧૪-૦૪-૨૦૨૩ ના રોજ તાત્કાલિક ઓપરેશન કરી ગાંઠ દૂર કરવામાં આવી. દર્દી અશોકભાઇ કુતરાને ખોરાક ખવડાવતા,દૂધ પીવડાવતા અને લાડ લડાવી માવજત કરતાં તે દરમિયાન ધીરે ધીરે તેમના પેટમા લારવા પહોચવાના શરૂ થયા અને લીવરમા ગાંઠની ગંભીર બીમારી સાથે હોસ્પિટલ લાવવામાં આવેલ જ્યાં સર્જરી વિભાગની નિષ્ણાંત સર્જન ડૉક્ટર્સની ટીમ દ્વારા ૩ કલાક સુધી જટિલ અને જોખમી ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડી ગાંઠ દૂર કરી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મેળવી. આ ઓપરેશન પ્રાઈવેટ હોસ્પિટલમા અંદાજિત ૧ લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ થાય છે જે સરકારી યોજના -આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM JAY હેઠળ વિના મૂલ્યે કરવામાં આવી હતી. દર્દી સ્વસ્થ થતાં ૨૧-૦૪-૨૦૨૩ ના રોજ રજા આપવામાં આવતા દર્દી અને તેમના સગા સ્નેહીજનો દ્વારા આ જટિલ ઓપરેશન વિના મૂલ્યે સફળતાપૂર્વક પાર પાડનાર નૂતન જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગના તમામ ડૉક્ટર્સ,સ્ટાફ,સંસ્થા તેમજ PMJAY યોજના થકી આ સુવિધા પ્રાપ્ત થઈ તે બદલ મહેસાણા આરોગ્ય વિભાગ અને સરકાર નો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર વિસનગર દ્વારા સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ દ્વારા દર્દીના ગંભીર રોગનું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર થાય છે અને સરકારી યોજનાઓ જેવીકે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના -PMJAY હેઠળ સારવાર અને ઓપેરેશન પણ વિના મૂલ્યે થાય છે.“ પી.એમ.જે.એ.વાય. – “મા” યોજના અંતર્ગત ના લાભો ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો, માન્ય પત્રકારો, રાજ્ય સરકારના વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ, યુ-વીન કાર્ડ ધારકો,વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો,રાજ્ય સરકારના જુદા જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષશ્રી તથા બિનસરકારી
ઉપાધ્યક્ષશ્રીઓ,સામાજિક રીતે વંચિત જૂથ (વૃદ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાબહેનો અને ત્યક્તાઓ,સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકો અને પીડિતોનું ગ્રુપ (ગુજરાત વિકટીમ કોમ્પસેશન સ્કીમ-૨૦૧૯ના અસરગ્રસ્તો- રેપ વિકટીમ, એસિડ વિકટિમ, જાતિય હિંસાના ગુનાઓ જેવા બનાવોના અસરગ્રસ્તો તેમજ કોરોના વોરિયર્સના કુટુંબો (પોલીસ, સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારી ) અને કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલાં બાળકો આરોગ્યલક્ષી કેશલેસ સારવાર નો લાભ મેળવી શકે છે.

[wptube id="1252022"]
Back to top button