JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જનતાને હળવેથી મોંઘવારીનો માર ૮૨૮ કરોડના ખર્ચના અંદાજ સાથે બજેટ રજુ

ફૂલ ગુલાબી રંગીન શહેરનું ચિત્ર બતાવી વધુ એક વખત પ્રજાને છેતરવામાં આવશે.?
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકા ખાતે આજે આવનારા વર્ષ 2023/ 24 નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, પરંપરા મુજબ શાસક પક્ષે આ બજેટના થાય એટલા વખાણ કર્યા હતા, પરંતુ લોકો આજની તારીખે મહાનગરપાલિકાની કામગીરીને નીરસ દ્રષ્ટિએ જોવાની ધીમે ધીમે ટેવ પાડી છે, કરવેરાને સામાન્ય ગણાવી વધારો જીકવામાં આવ્યો છે, પરંતુ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ શહેરની સમસ્યાઓ સામાન્ય પ્રજાજનને રાહત થાય તેની સામે ખાસ લક્ષ્ય ના આપ્યું હોય તેવું જાણકાર લોકોને લાગી રહ્યું છે.
આ અંદાજપત્ર વિશેના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના શબ્દોમાં તેમણે આ બજેટને ન્યુનતમ કરવધારા, મહતમ સેવા વધારા અને વિકાસની વાત સાથે આધુનિક જૂનાગઢ,નૈસગીક જૂનાગઢ, સ્વચ્છ જૂનાગઢના સંકલ્પ સાથેનું વર્ષ ૨૦૨૩/૨૪ નું બજેટ હોવાનું ચેરમેન હરેશ પરસાળા એ જણાવ્યું હતું.
સૌ પ્રથમ તો જૂનાગઢ મહાનગરપાલિકાનું નાણાંકિય વર્ષ સને- ૨૦૨૩/૨૪ નું બજેટ પ્રસ્તુત કર્યું હતું તેમજ જયા જયા માનવ ત્યા ત્યા વિકાસ, છેવાળાના વ્યકિત સુધી સેવા, વિકાસ અને સુવિધાઓ પહોંચાડવાના નિર્ધારની વાતો સાથે, છેવાળાના માનવી સુધી ઇન્ફ્રાસ્ટ્રકચર, નળ-ગટર-રસ્તા જેવી પ્રાથમીક સુવિધાઓને પ્રાધાન્ય તથા મહાનગરપાલિકા-જૂનાગઢ આત્મનિર્ભર બને તેવું બજેટ આપવાન પ્રયાસ કરેલ છે. શહેરીજનો માટે સુખ-સુવિધારૂપ આ બજેટ બનાવવાનો અમારો અભિગમ છે. આ બજેટ જૂનાગઢના વિકાસની ઉર્જાને ગતિ આપનારૂં રહેશે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાને આત્મનિર્ભર બનાવવાની નેમને મજબુત કરશે. ગરીબ મધ્યમવર્ગ તથા દિવ્યાંગ તથા માજીસૈનિકોને ધ્યાને રાખીને આ બજેટમાં કરવેરાના દરો નકકી કરવામાં આવેલ છે.
સને ૨૦૨૩/૨૪ ના વર્ષની તારીખ ૧/૪/૨૦૨૩ ની ખુલતી સિલક ૨.૮૮. કરોડ ગણાવી હતી વર્ષ દરમ્યાન રેવન્યુ ઉપજનો અંદાજ ૧૮૮.૧૯ કરોડ કેપીટલ ઉપજ ૬૩૬.૯૨ કરોડ આવકનો કુલ અંદાજ ૮૨૮.૦૦ કરોડ આપવામાં આવ્યો છે વર્ષ દરમ્યાન રેવન્યુ ખર્ચ ૧૮૮.૦૫ કરોડ કેપીટલ ખર્ચ ૬૩૯.૯૭ કરોડ આમ ખર્ચનો કુલ અંદાજ ૮૨૮.૦૨ કરોડ જેથી વર્ષાન્ત પુરાંત સિલક ૨.૧૯ લાખ આપવામાં આવ્યો છે અને મહેકમ ખર્ચ પર.૩૫ કરોડ આંકવામાં આવ્યો છે.
આમ,વર્ષ ૨૦૨૩/૨૪ ના કમિશ્નર ધ્વારા સુચવાયેલા કુલ ૮૩૫,૫૩ કરોડના બજેટની સામે સાશંકોની ટીમ ધ્વારા તૈયાર કરવામાં આવેલ કલ બજેટ રૂા.૮૨૮.૦૦ કરોડનું રહેશે તેવું તેમણે જણાવ્યું હતું .
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે ગતવર્ષે તૈયાર કરેલ બજેટના નકકી થયેલા આયોજનો, સંકલ્પો, પ્રકલ્પોને “સૌના સાથ- સૌના વિકાસ સૌના પ્રયાસ’ થકી ૭૦% સુધી પરીપુર્ણ કરી સંતોષની લાગણી તેમણે વ્યક્ત કરી હતી આ નવું બજેટ અર્થ સંકલ્પ ગણાવી તેમની ટીમના કાર્યકાળનું બીજું જૂનાગઢ વાસીઓ સમક્ષ રજુ કરતા હર્ષ અને ગર્વની લાગણી અનુભવી હતી પ્રજાજનોનો સહકાર તંત્રની કાર્યશીલતા જયા જયા માનવી ત્યાં ત્યા સુવિધા અને વ્યવસ્થા સાથે નકકી કરેલા પરિણામ માટે ઉચીત પ્રયત્નનો સરવાળો એટલે જ શાસનની સફળતા એ મંત્રને સાર્થક ગણી નવું બજેટ (અર્થસંકલ્પ) તૈયાર કરતા શહેરીજનોને સહજ સુવિધાઓ સુપ્રાપ્ય રહે, લોકપ્રશ્નોનું સત્વરે નિવારણ થાય, આધુનિકતા અને નવા આયોજનોના સમન્વય થકી વિકાસની નવી દિશાઓ ખુલે તેવા ઉદેશ્યથી આ બજેટ તૈયાર કરવાનો પ્રયત્ન મેં કર્યો છે.
આ બજેટમાં તેમણે ન્યુનતમ કર વધારા સામે મહતમ સુવિધા અને સેવા વધારાના સુત્રને વળગી રહી નવીનતમ આયોજનો, તમામ વર્ગના લોકો માટે નવા પ્રોત્સાહક પ્રોજેકટો અને વિશેષતઃ નવી જોગવાઇઓ ઉભી કરીને મહાનગરની જનતાને સુખદ, સહજ અને સરળ સેવા અને જનસુવિધા ભર્યું બજેટ ભેંટ આપવાનો તેમની ટીમનો નમ્ર પ્રયાસ ગણાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button