રાજ્યકક્ષાનો ઈકો ફેર-૨૦૨૪ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો

ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા પર્યાવરણ શિક્ષણ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યકક્ષાનો ઈકો ફેર-૨૦૨૪ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે તા.૯ અને ૧૦ માર્ચ ના રોજ યોજવામાં આવ્યો.જેમાં ગુજરાત રાજ્યની વિવિધ જિલ્લાઓમાંથી 300 કૃતિમાંથી કુલ-૨૨ જેટલી કૃતિઓ પસંદ કરવામાં આવી હતી.જેમાં રાજકોટ જિલ્લામાંથી લોધિકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળાની કૃતિ ” IR સેન્સરના ઉપયોગ દ્વારા જીવ સંરક્ષણ” પસંદ થઈ હતી.જે રાતૈયા શાળાના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી .આ કાર્યક્રમમા મુખ્ય મહેમાનશ્રી ગીર ફાઉન્ડેશન ના.નિયામકશ્રી (પર્યાવરણ શિક્ષણ)શ્રી રૂપક સોલંકી સાહેબ તથા ના.નિયામકશ્રી રિતેશ ગહેલોત સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.આ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી થતાં રાતૈયા ગામ,શાળા અને રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.શાળા કક્ષાએથી જ બાળકોમાં પર્યાવરણ-પ્રકૃતિ પ્રત્યે સંવેદના, પ્રેમ નિર્માણ થાય અને તેનાં સંરક્ષણ માટે જાગૃત બને તે માટે ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા વિવિધ પ્રોગ્રામ,શિબિરો,તાલિમ અને સંશોધન તથા વિકાસ માટે સતત પ્રયત્નો થતાં રહે છે.જેનો લાભ અને માર્ગદર્શન શાળા,કોલેજોના વિદ્યાર્થીઓને મળતા રહે છે.






