
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
બાયડ તાલુકાના વારેણા ગામે ફાઇનલ મેચમાં કસ્બા ઇલેવન નો ભવ્ય વિજય થયો
ફાઇનલ મેચમાં કસ્બા ઇલેવન બાયડ અને જય અંબે ઇલેવન વારેણા વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી

બાયડ, બાયડ તાલુકાના વારેણા નજીક આવેલ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવાર રાત્રિના સમયે કસ્બા ઇલેવન બાયડ અને જય અંબે ઇલેવન વારેણા વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો યોજાયો હતો. જેમાં કસ્બા ઇલેવન બાયડ નો ભવ્ય વિજય થયો હતો. અને કસ્બા ઇલેવન ટીમ નાં ખેલાડી રમીઝ મલેક ને બેસ્ટ બોલર ની ટ્રોફી આયોજકો અને સરપંચ દ્વારા આપવામાં આવી હતી. કસ્બા ઇલેવન બાયડ નો વિજય થતા ગામના આગેવાનો તથા આયોજકો દ્વારા ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યો હતો. આ ફાઇનલ મેચમાં બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, બાયડ પીએસઆઇ એસ કે દેસાઈ, સરપંચ અમૃતસિંહ, બાયડ કસ્બા ના આગેવાનો, વારેણા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મહેમાનોએ ઉપસ્થિત રહી મેચનો આનંદ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન સરપંચ અમૃતસિંહ, ચકો નાયક, સુરેશ સોઢા, વિજય સોઢા, કલ્પેશ ડાભી, જયેશ સોઢા તથા નિખિલ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.








