Rajkot: સ્વિપ અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદારને જાગૃત કરવાનું મહાઅભિયાન

તા.૨૩/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલી બહેનોને મતદાન કરવા અંગે જાગૃત કરાઈ
Rajkot: લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ધટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા છે. જેમાં ભાગ લેવા તમામ નાગરીકનો હક્ક છે. તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ ગુજરાતની તમામ ૨પ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.


જે અન્વયે રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં સ્થપાયેલી દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યો તથા પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલી બહેનોને એકત્રિત કરીને મતદાન રેલીનું આયોજન કરીને અચુક મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ રાજકોટ ડેરી દ્વારા તમામ દુધના પાઉચ ઉપર પણ અચૂક મતદાન કરવા અંગે જનજાગૃતી આપતા સંદેશાઓ પ્રિન્ટ કરાવવામાં આવ્યા છે.


૭૨- જસદણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જસદણ નગરપાલીકા દ્વારા ડોર-ટુ-ડોર વાન દ્વારા મતદાન જાગૃતિનું અભિયાન થકી મતદારોને મતદાન કરવા પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, રેસકોર્ષમાં ચાલતી યોગાભ્યાસ અને ધ્યાન શિબીરમાં પણ મતદારોને મતદાન કરવા પ્રેરીત કરવામાં આવી રહ્યા છે.








