
મુખ્યસેવીકા એ મુખ્યમંત્રી,કેબિનેટ મંત્રી ને લેખિત ફરિયાદ કરીને વટાણા વેરી દીધા
૩૦/જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ તેના જ તાબા ના એક મુખ્યસેવીકા દ્વારા રાજ્ય સરકાર મા વિવિધ જગ્યાએ લેખિત ફરિયાદ કરી ને ગંભીર આક્ષેપો કરીને ખાતાકીય તપાસ ની માંગણી કરેલ છે.
મુખ્યસેવીકા એ કરેલ ગંભીર આક્ષેપો મા જણાવ્યા મુજબ કે હાલ ના રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મિટિંગો દરમ્યાન પોતના સતા દૂર ઉપયોગ કરીને મનમાં આવે તેવા શબ્દો પ્રયોગ કરે છે મિટિંગમાં જે યોજનાકીય કામગીરી કરતા પોતાના વખાણ મા સમય દૂર ઉપયોગ કરી ને સાંજે સાત વાગા સુધી ખોટી મિટિંગો ચલાવે છે ખાતાકીય તપાસ માગનાર મુખ્યસેવીકા એ મિટિંગો ના સી. સી. ટી. વી. ફૂટેજ વોઇસ સાથે ચકાસણી માગણી કરી છે તો બીજું ઘણું સત્ય બહાર આવશે તેવી તેની ફરિયાદ મા જણાવેલ હવે એવું તો શુ બહાર આવશે તે તપાસ થાય તો જાણવા મળશે.
સાથે જણાવેલ છે કે પોષણ ટ્રેકર મા ફરજિયાત સૌ ટકા કામગીરી ખોટી સાચી કામગીરી કરે છે અને કરાવે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પોતાની વાહવાહી મેળવવા માટે સતા નો દૂર ઉપયોગ કરે છે મિટિંગ દરમ્યાન એક ને ગોળ બાકી ને ખોળ તેવી નીતિ અપનાવી કામગીરી કરી રહ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ એ મુખ્યસેવીકા એ ગાંધીનગર કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી,સચિવ એમ ઘણા જવાબદારો નએ રાજ્યકક્ષા એ તપાસ લેખિત માંગણી કરી છે.
હવે એ જોવાનું રહ્યું કે બીજી રાજકોટ જિલ્લા આઇ.સી.ડી.એસ અન્ય ભ્રષ્ટાચાર ની ફાઈલો ની જેમ રાજ્યકક્ષા એ પડતર પડી ને ધૂળ ચડતી રહેશે કે ખાતાકીય તપાસ થશે? તે આગામી સમય બતાવશે કે પછી ફરિયાદી મુખ્યસેવીકા ની નોકરી જોખમાશે?