
ઇસ્કોન અકસ્માત ઇફેક્ટ : રાજપીપળામાં પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઇવ, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અનેક વાહન ચાલકોને દંડ
નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, કળા કળા કાચ લાઇસન્સ વિના વાહન હાંકતા વાહન ચાલકો ને દંડ
રાજપીપળા : જુનેદ ખત્રી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પોલીસ તંત્ર દ્વારા બેફામ વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
રાજપીપળામાં પણ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો હતો રાજપીપળાના આંબેડકર ચોક પાસે રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમો વિરુદ્ધ વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી
રાજપીપળા ટાઉન પી આઇ આર. જી ચૌધરી, ડી વાય એસપી કૃણાલસિંહ પરમાર ( પ્રોબેશનલ ) સહિત રાજપીપળા પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં કાળી ફિલ્મ લગાવેલ ફોર્વ્હિલ, નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ, લાઇસન્સ વિના ગાડી હંકારતા ચાલકો સહિત સામે કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો ઉપરાંત કેટલાક વાહનો ડીટેન પણ કરાયા હતા જેથી બેફામ હંકારતા અને ટ્રાફિક નિયમો નો ભંગ કરતા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો






