
૨૦ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જીલ્લા ના જામકંડોરણા પંથકને ધમરોળતા મેઘરાજા ની શાહી સવારી
જામકંડોરણા તાલુકાના ચરેલ કાનાવડાળા બોરીયા બંધીયા વગેરે ગામોમાં ધોધમાર વરસાદ આશરે નવ ઈંચથી વધુ વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર બની
જામકંડોરણા પંથકમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
જામકંડોરણા ના ચરેલ ગામમાં પૂર જેવો માહોલ વરસાદી પાણી સ્કૂલમાં ઘુસ્યા
ખાસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વરસાદીના માહોલવચ્ચે બાળકોને વહેલી રજા આપી દેવાય છે
છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો હોવાનું બુઝુર્ગ વ્યક્તિ નું અનુમાન
જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન
ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાની ના વળતરની કરાઈ માંગ
જામકંડોરણા પંથક વરસાદી માહોલ નો નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે લોકો માં હર્ષ ની હેલી વરસી રહી હોય તેવો આનંદ જોવા મળ્યો








