BODELICHHOTA UDAIPUR CITY / TALUKO

બોડેલી માય શાનેન સ્કુલમાં ભવ્ય રમતોત્સવનું આયોજન.

જે.સી.ટી ગૃપ દ્વારા સંચાલીત માય શાનેન્ સ્કૂલ, બોડેલી ખાતે તારીખ ૨૯મી ડિસેમ્બર, ૨૦૨૩ ને શુક્રવાર ના રોજ ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૮ ના વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મહેમાન તરીકે ડૉ. શિતલબેન મહારાઉલ,ડૉ. રાજેશભાઈ રાઠવા, સમગ્ર ગાયત્રી પરિવાર, નવજીવન સ્કૂલના આચાર્યશ્રી એકનાથ જાધવ, જે.સી.ટી ગ્રુપના ચેરમેન શ્રી લોકેન્દ્રસિંહ વાંસદીયા, શાળાના ટ્રસ્ટીશ્રી સંજયસિંહ રાજપરમાર, નારયાણસિંહ વાંસદિયા, જે.સી.ટી વિભાગના હેડ શ્રી વૈદેહીબેન શાહ, બને માધ્યમ ના આચાર્ય તેમજ અન્ય બ્રાન્ચમાંથી આવેલા આચાર્યશ્રીઓએ હાજરી આપી હતી. રમત એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ છે. મુખ્ય મહેમાન દ્વારા બાળકોને રમતોનું મહત્વ સમજાવી તેમની કૃતિઓને બિરદાવી હતી. મુખ્ય મહેમાનશ્રીઓ તેમજ આચાર્યશ્રીઓ દ્વારા રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને મેડલ તેમજ સર્ટીફિકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ સાથે વાલીઓ તેમજ શિક્ષકોની પણ રમત રાખવામાં આવી હતી અને તમામે ખુબ ઉત્સાહપુર્વક રમીને ખુબ જ મજા માણી હતી. જે વાલીઓ તેમજ શિક્ષકો વિજેતા બન્યા છે. તેમને પણ શાળા પરિવાર દ્વારા ટ્રોફી તેમજ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ સંપુર્ણ સફળતા પૂર્વક પુર્ણ થયો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button