ભારદારી વાહનો માટે સારા સમાચાર છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ સીહોદ બ્રિજ ડાર્યવર્ઝન ની કામગીરી પુર ઝડપે ચાલુ કરાઇ.


સિહોદ બ્રિજ નો એક પિલ્લર છેલ્લા આઠ મહિના થી બેસી જતા બ્રિજ ઉપર થી ભાર દારી વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સરકાર શ્રી દ્વારા બ્રિજ ની બાજુમાં જ ડ્રાઈવરજન બનાવાનુ રુપિયા 2 પોએટ 34 કરોડ ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. જેની કામગીરી હાલ પ્રગતિમાં છે જેને લઇ વાહન ચલાકો આતુર નો અંત આવી રહ્યો છે.
આ ડ્રાઈવર્ઝન ચાલુ થશે જેમાં હવે આ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી રહી છે. અને થોડા દિવસો માં જ ભાર દારી વાહનોની અવર જવર શરુ કરી દેવામાં આવશે.
હાલ ભારદારી વાહનોને બોડેલી જેતપુર પાવી આવા જવા માટે રંગલી ચોકડી વાળો સિંગલ પટ્ટી રોડ છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા
આ રોડ સાંકડો હોવાથી અકસ્માત નો પણ ભય રહેલો છે. જ્યારે સમય વ્યય થઈ રહ્યો છે અને પાવીજેતપુર થી રંગલી ચોકડી નો રસ્તો ખૂબ ખખડધજ હાલતમાં હોય અને ભારે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો પણ આ વહેલીમાં વહેલી તકે આ ડ્રાઇવરજન નું કામ પૂર્ણ થાય અને અવર જવરમાં સરળતા રહેશે આવે તેમ સ્પષ્ટ દેખાય રહ્યું છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









