BHARUCH CITY / TALUKONETRANG

ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ: નેત્રંગ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

તા.૦૨/૦૮/૨૦૨૩, રવિવાર,
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિર હોલ ખાતે યુવા મોરચા અને યુવા આગેવાન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

નેત્રંગ તાલુકા ભારતીય જનતા યુવા મોરચા અને યુવા આગેવાન દ્વારા નેત્રંગ  ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિરના હોલમાં  જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની બલિદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો દરેક દેશ પ્રેમી જનતાએ તેમજ ભાજપના કાર્યકર્તાએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. જેમાં સિવિલ હોસ્પીટલ, ભરૂચ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્લડની બોટલો લેવામાં આવી હતી. આવનાર તમામ બ્લડ ડોનેટ કરનારને સન્માન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નેત્રંગ તાલુકા યુવા મોરચા પ્રમુખ તુષાર વસાવા, પાર્થ ત્રિવેદી અને ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button