BAYAD

બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઠાકોર કોળી સમાજ નિગમમાં 500 કરોડ રૂપિયા ફાળવવાની માગ કરી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ને રજુઆત કરી

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 500 કરોડ સુધી રકમ ફાળવવા રજુઆત..

બાયડ – માલપુર બેઠક પરથી અપક્ષ વિજેતા થયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સરકારને ટેકો જાહેર કર્યો છે.ત્યારબાદ હવે બાયડ માલપુર ની સાથે સાથે ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજને સરકારની યોજનાઓનો બહોળો લાભ મળે તે હેતુ થી સરકારમાં રજુઆત કરી છે. સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ને લેખિત માં રજુઆત કરી છે.કે આવનાર બજેટ સત્રમાં ઠાકોર – કોળી વિકાસ નિગમમાં સમાવેશ ગરીબ સમાજને સરકાર ની યોજનાનો વધુ પ્રમાણમાં લાભ મળે તે માટે સરકાર દ્વારા 500 કરોડ સુધી રકમ ની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆતસાથે માંગ કરી છે.આ સાથે તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને પણ આ બાબતે મૌખિક ચર્ચા કરી છે

[wptube id="1252022"]
Back to top button