TANKARA:ટંકારાના ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો હુકમ
TANKARA:ટંકારા તાલુકાના ચકચારી બંગાવડી સિંચાઈ કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવા કોર્ટનો હુકમ
હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા સિવિલ કોર્ટ ના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા કેસ નંબર 607/ 2014 ના કેસમાં ટંકારા તાલુકાના ઓટાળા, બંગાવડી, દેવડીયા ગામના 87 ખેડૂતોને ગુજરાત સિંચાઈ પાણી અધિનિયમ મુજબ શિક્ષાપાત્ર ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે .

ફરિયાદી પક્ષ ના વકીલ મુકેશભાઈ બારૈયા એડવોકેટ હતા.ફરિયાદની વિગતમાં આરોપીઓએ બંગાવડી સિંચાઈ યોજના ના ટીબીસી વિસ્તારમાં ખરાબા માં બિન અધિકૃત રીતે અંડરગ્રાઉન્ડ સિમેન્ટ /પીવીસી/ પાકી પાઇપલાઇન સ્થાપિત કરી ડેમમાંથી બિન અધિકૃત પાણીનો વપરાશ કરતા હતા.સાહેદ ભાણજીભાઈ મોહનભાઈ મેંદપરાએ ગુજરાત હાઇકોર્ટના માં અરજી કરી ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ બિન અધિકૃત પાઈપ લાઈન અંગે ગુનો દાખલ કરાવેલ આ અંગેની ફરિયાદ હિતેન્દ્ર લાભ શંકર ઠાકર મદદનીશ ઇજનેરએ ટંકારા પોલીસમાં 9/ 3 2014માં નોંધાવેલ .અરજદાર ભાણજીભાઈ દ્વારા નામદાર હાઇકોર્ટમાં બિન અધિકૃત પાઇપલાઇન દૂર કરવા પિટિશન દાખલ કરવામાં આવેલ .આ અંગે નોટિસ પાઠવતા તૂટક ત્રુટક રીતે પાઇપલાઇન દૂર કરાયેલ .અરજદાર ભાણજીભાઈ ને સંતોષ ન થતાં નામદાર હાઇકોર્ટમાં પાઈપ લાઈન દૂર કરવા કન્ટેન્મપ્ટ દાખલ કરેલ અને રીસીવરની ફી ભરી નિમણૂક કરાવી બિન અધિકૃત પાઇપલાઇન દૂર કરાવેલ .આરોપીના વકીલ મુકેશભાઇ બારૈયા હતા .કોઈ ખેડૂતે બિન અધિકૃત રીતે પાણી લીધેલ હોય તો તેના ખેતરના પાકની માપણી કરી સિંચાઈ વિભાગના દર મુજબ ની રકમ દંડનીય વસૂલ કરાય છે. પરંતુ દંડ કરવાની કાયદેસરની કાર્યવાહી થયેલ હોવાનું રેકોર્ડ ઉપર નથી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદાઓને પણ ધ્યાનમાં લેવાયેલ.આ કેસ ચાલી જતા ત્રણેય ગામના ઓટાળા, બંગાવડી, દેવડીયા ગામના 87 ખેડૂતોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો પ્રિન્સીપાલ સીવીલ જજ અને ફર્સ્ટ ક્લાસ અને જયુડિ મેજિ.એસ.જી.શેખ દ્વારાહુકમ કરવામાં આવેલ છે.આરોપીના વકીલ તરીકે મુકેશભાઈ બારૈયા તથા ફરિયાદી પક્ષે વી. એ. પી. પી. શ્રી નીતિનભાઈ જોગી રહેલ.








