JETPURRAJKOT

“બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની મળેલી બેઠકમાં વર્ષ દરમિયાન થયેલ જન જાગૃત્તિ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ

તા.૩૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાની જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક ગઇકાલે કલેકટર કચેરી ખાતે મળી હતી.

આ બેઠકમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન થયેલા જન જાગૃત્તિનાં જુદાં જુદાં કામોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા યોજનાની માહિતી જેવી કે, મિશન શક્તિ યોજનાનાં ઘટકો, યોજનાનો ઉદ્દેશ સહિતની માહિતી આપી હતી.

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન યોજના અંતર્ગત થયેલાં જુદા જુદા કાર્યક્રમ જેવા કે, દીકરી વધામણાં કીટ, કિશોરીઓ સાથે પરિસંવાદ, કિશોરી મેળા, ડાન્સ વિથ ડોટર કાર્યક્રમ, મહિલા ગ્રામ સભા, સિગ્નેચેર ડ્રાઈવ સહિતના જન જાગૃતિ અર્થે કરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી. બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત આગામી વર્ષ દરમિયાન કરવાના થતા કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, મહિલા અને બાળ વિકાસ કચેરીના અધિકારીઓ, સખી વન સ્ટોપના અધિકારીઓ, બાળ સુરક્ષા વિભાગના અધિકારીશ્રી એ. વી.ગોસ્વામી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન સેરસીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ મેનેજરશ્રી સાવિત્રી નાથજી તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button