DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ધોરાજી તાલુકા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ પીપળીયા ગામે ઉજવાશે

તા.૨૨/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર થવાની છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ પીપળીયા ગામે યોજાશે.

૭૫માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તા. ૨૬ જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ સવારે ૯ કલાકે ધોરાજી મામલતદાર શ્રી એ. પી. જોષીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે પરેડ, ધ્વજ વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ વિતરણ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ કાર્યક્રમ સ્થળે મેડિકલ ટીમ તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમ ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button