
19 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસાના મહેસુરીયા પરિવાર તેમજ શ્રી અમર માતાજી પગપાળા સંઘ સમિતિ દ્વારા અમર માતાજીની *(૫૧)* મી વર્ષગાંઠની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડીસા તેમજ પાટણ ખાતેનાં મહેસુરીયા પરિવારના *(૧૫૦૦)* જેટલા ભાવિભક્તો દ્વારા માતાજીની *(૫૧)* મી વર્ષગાંઠ નિમિત્તે બધાં કુટુંબીજનો ભેગા મળીને *ડીસા ખાતે આવેલ મોદી સમાજની વાડી ખાતે રવિવારના રોજ અમર માતાજી ના ભોજન પ્રસાદનો મોટી સંખ્યામાં ભાવિભક્તોએ લાભ લીધો હતો. વિનોદભાઈ બાડીવાલા ના જણાવ્યા અનુસાર આ *(૫૧)* મી વર્ષગાંઠ પ્રસંગે મહેસુરીયા પરીવાર નાં સ્વયં સેવક ભાઈઓ દ્વારા ખડેપગે હાજર રહી ભોજન પ્રસાદ નું સુંદર આયોજન કરી માં અમર માતાજીનાં ભોજન પ્રસાદનું વિતરણ કરીને ધન્યતા અનુભવી હતી.
[wptube id="1252022"]