જૂનાગઢ વેટનરી કોલેજ અને ફાયર સેફ્ટી એકેડમી ભરૂચના વિદ્યાર્થીઓએ સાહસિક ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી

જૂનાગઢ વેટનરી કોલેજ અને ફાયર સેફ્ટી એકેડમી ભરૂચના વિદ્યાર્થીઓએ સાહસિક ખડક ચઢાણ તાલીમ પૂર્ણ કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વેટનીરી કોલેજ જુનાગઢના 30, ફાયર સેફટી એકેડમી ભરુચના 23 તથા વ્યક્તિગત ૭ સહીત કુલ ૬૦ તાલીમાર્થીઓ એ ભાગ લીધો. ખાસ આ તાલીમ દરમિયાન બોરદેવી આજુબાજુ ના જંગલ વિસ્તારની સાફ સફાઈ વન વિભાગ જૂનાગઢ સાથે રહી કરવામાં આવી હતી.
સમાપન કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. ડી.ડી. ગર્ગ, સહ પ્રાધ્યાપક અને વડા, પશુ પોષણ વિભાગ જૂનાગઢ, કામઘેનુ યુનિવર્સિટી, ડૉ. રમેશ પાડોદરા મદદનીશ પ્રધ્યાપક અને ચેરમેન વિદ્યાથી પ્રતિનિધિ મંડળ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જુનાગઢ. ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ના હસ્તે સમાપન કાર્યક્રમ યોજાયો.માનદ ઇન્સ્ટ્રક્ટર સોની મિલાપ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું .
કાર્યક્રમનું સંચાલન રાવલ ધ્યેય અને ગાયત્રી કથેરીયા એ કર્યું હતુ. કાર્યક્રમના અતિથી વિશેષ ડૉ. રમેશ પાડોદરા મદદનીશ પ્રધ્યાપક અને ચેરમેન એ તાલીમાર્થીઓને શિબિરને અનુરૂપ માર્ગદર્શન આપ્યુ હતુ.
આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં મિલાપ સોની વડોદરા, ડાભી વિવેક જસદણ, પનારા ક્રિશ્ના અમદાવાદ, જોષી ધનરાજ, વેગડ રોહિત, ભારવાડીયા રાકેશ ભાવનગર, સોરઠીયા બ્રિજેશ વીરપુર એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.





