JAMKANDORNARAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં ખજુરડા અને ખાટલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારતા ગ્રામજનો

તા.૨૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનાં ખજુરડા અને ખાટલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા હોંશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે પદાધિકારીઓના હસ્તે લાભાર્થીઓને સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું બન્ને ગામમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓ માથે સામૈયા લઈ કંકુ-ચોખાથી રથનાં વધામણા કર્યાં હતા.

ખજુરડા અને ખાટલીના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત ખજુરડા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી લાભાન્વિત થયેલ લાભાર્થીશ્રી પોપટભાઈ વાછાણીએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી ઘર ના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર તરફથી મળેલી આર્થિક સહાય બદલ સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “મારું ગામ, ટીબી મુક્ત ગામ” બનાવવાની નેમને સાકાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા ટીબીનું સ્ક્રીનીંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વસ્થ સમાજનાં નિર્માણ માટે એન.સી.ડી. સેલ દ્વારા નાગરિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. નાગરિકોના આરોગ્યની દરકાર લઈ ૧૦ લાખ સુધીની સારવાર આરોગ્યલક્ષી સારવાર નિ:શુલ્ક મળી રહે તે હેતુસર આયુષ્માન કાર્ડ યોજનાના લાભો વિશે માહિતગાર કરી લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ગામને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા બદલ ગામને “ઓપન ડીફેકેશન ફ્રી- ઓ.ડી.એફ.” સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વેએ લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની નેમ સાથે શપથ ગ્રહણ કર્યા હતાં.

આ કાર્યક્રમમાં ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button