
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો..
નવસારી જિલ્લાના લોકો વર્ષોથી મહાનગરપાલિકા ની માંગણી કરતા હતા.આ બજેટમાં નવસારી નગરપાલિકાને મનપા નો દરજ્જો મળતા વિકાસના કામોને વેગ મળશે આ વખતે ગુજરાતમાં નવી સાત નગરપાલિકાઓ ને મનપા નો દરજ્જો મળતા રાજ્યમાં કુલ 15 મહાનગરપાલિકા બની છે જ્યારે નવસારીને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિકાસના કામોને વેગ મળશે અઘાઉ વસ્તી વધારે અને દરજ્જો નગરપાલિકાનો હતો એના કારણે બજેટ પણ ઓછું ફાળવાતું હોવાને કારણે વિકાસ રૂંધાયો હતો હાલમાં જાહેર કરાયેલા બજેટમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ એ ગુજરાતમાં નવી સાત નગરપાલિકોને મહાનગરપાલિકા જાહેર કરી છે જેમાં નવસારીને પણ મહાનગરપાલિકા જાહેર કરાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં મનપા જાહેર કરવામાં આવતા હવે પછી વિકાસના બજેટ પણ પૂરતા પ્રમાણમાં મળશે જેમાં પરિણામે રોડ રસ્તા પાણી વીજળી સહિત આંતરિક રસ્તાઓ સહિત સફાઈ વગેરે સુવિધાઓમાં વધારો થશે






