
મોરબી : મોરબના જૂન ઘૂંટું રોડ પર આવેલ સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે 15 ઓગસ્ટ ના રોજ સ્વતંત્રતા પર્વ ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સિમ્પોલો ગ્રુપના CMD જિતેન્દ્ર અઘારાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ ડિરેક્ટરો, coo , ફેક્ટરીના કામદારો સહિતના લોકો જોડાયા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સિમ્પોલો ના પ્લે હાઉસ ના ભૂલકાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ ઉપર વિવિધ પહેરવેશમાં નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને દેશવાસીઓને દેશ માટે કંઈક કરી છૂટવાની શીખ આપવામાં આવી હતી. બિપારજોય વવાજોડા દરમિયાન કપની ની સલામતી માટે અડગ ઊભા રહેનાર તેમજ કામ કરતાં સમયે વધુ સલામતી રાખનાર તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ.
સિમ્પોલો ગ્રુપ દ્વારા નેશનલ સ્પોર્ટ એન્ડ ગેમ્સ નું આયોજન કરવામાં આવેલું જેમાં ઘણા બાળકો અને વિદ્યાર્થીઑને રમત ગમત માં કારકિર્દી બનાવવા તક આપેલી અને સન્માનિત કરેલા. તેને સંદર્ભે શ્રી કિશન દલસાણિયા કે જે ગવર્મેન્ટ સ્પોર્ટ કમિટીના હેડ છે જેને સિમ્પોલો ગ્રુપના CMD જિતેન્દ્ર અઘારાનું એવાર્ડ આપીને સન્માન કર્યું અને વચન આપ્યું કે એક જ મહિના ની અંદર સિમપોલોં તેમજ મોરબી ના બધા બાળકો માટે સ્પોર્ટ્સ ગેમ ઓલિમ્પિક નું આયોજન કરવામાં આવશે જેના થી બાળકો નું રમત ગમત માં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશે.








