
તા.૪/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સંભવિત પૂરથી અસરગ્રસ્ત અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની NDRF ટીમે લીધી મુલાકાત
હાલ ચોમાસાની ઋુતુમાં ભારે વરસાદથી અથવા ડેમ ઓવરફલો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલ હાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સ્થળાંતરણ, રાહત, બચાવ અને પુનઃસ્થાપન સહિતની કામગીરી કામગીરી કરવામાં આવી છે. આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય થઇ શકે તે માટે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા દરમિયાન તૈનાત કરવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં પણ વહિવટી તંત્રના સંકલનમાં પી.જી.વી.સી.એલ.ના ડિઝાસ્ટર સેલ ૨૪ કલાક કાર્યરત છે. ભારે વરસાદમાં ખાનાખરાબી ન સર્જાય તે માટે સક્રિય છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની સાત લોકોની એક ટીમ પૂરા ચોમાસા માટે ઉપલેટામાં તૈનાત કરાઇ છે.

ઉપલેટા તાલુકામાં મોટા પ્રમાણમાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે. જયા પાણી ભરાવા સહિતની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા માટે તૈનાત કરી છે. તાજેતરના ભારે વરસાદના પગલે ઉપલેટા તાલુકાના ત્રણેય ડેમ વેણુ, મોજ અને ભાદર-૨ ભરાઇ ગયા છે. ત્યારે ઉપલેટા તાલુકાના સંભવિત પૂરથી અસરગ્રસ્ત અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની NDRF ટીમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી. તેમજ ગ્રામજનોને તકેદારી રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું.








