GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના કાલંત્રા ગામે ઝાડ ઉપર પાલો પાડવા ચડેલ ૪૦ વર્ષના યુવાનને કરંટ લાગતા સારવાર દરમિયાન મોત

તારીખ ૧૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાલંત્રા ગામનો ૪૦ વર્ષ નો યુવાન મનોજભાઈ બલવંતભાઈ ચૌહાણ ઝાડ ઉપર પાલો પાડવા ચડતા ભૂલ થી જીવિત વાયર હાથમાં આવી જતા પ્રાઇવેટ પાર્ટ અને જાંઘ અને પેટ ના ભાગે કરંટ લાગતા ગંભીર રીતે દાઝેલ મનોજભાઈ બલવંતભાઈ ચૌહાણને સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ ગંભીર હાલત હોવાથી વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વધુ સારવાર દરમિયાન નું મનોજભાઈ બલવંતભાઈ ચૌહાણનું મોત નિજપ્યું હતું જેથી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]









