
વિશ્વગુરુના નેતૃત્વ હેઠળ ભારત અમેરિકા કરતાં ખૂબ આગળ નીકળી ગયું છે. ઉદાહરણ તરીકે વીજળીના બીલની વાત લો. અમારા અમેરિકામાં એટલા બધા ગરીબ માણસો વસે છે કે પહેલેથી પેસા આપીને વીજળી નથી ખરીદતા. એ લોકો દેશદ્રોહી છે ! એ પણ જનમથી. મારા વહાલા, પહેલા વીજળી વાપરે અને પાછળથી બીલ ભરે ! એના કરતાં ભારતીયો વધારે દેશપ્રેમી. પહેલાં પૈસા આપે. પછી વીજળી વાપરે !
વિકાસ આ રીતે જ થાય ! કલ્પના કરો કે એક કરોડ ગુજરાતીઓ વિશ્વગુરુના વિકાસ માટે પહેલાં પાંચ હજાર રૂપિયા ભરે તો વીજળી કંપનીને એમાંથી કેટલા પૈસા મળે? પાંચ હજાર કરોટ રૂપિયા ! હવે વીજળી કંપની બીજું કશું ન કરે અને એ પૈસા કોઈક બેંકમાં રોકે તો? તો વિશ્વગુરુ કેટલા સમૃદ્ધ થાય?
અમેરિકનોને આ આવડતું નથી. એ મારા વહાલા પહેલાં વીજળી વાપરવા દે. પછી જો તમે બીલ ન ભરો તો તમે બીલ ભરો એની રાહ જુએ ! બીલ ભલેને પેલી રાજકુમારી કે પેલા રાજકુમારની જેમ રાતે ન વધે એટલું દિવસે અને દિવસે ન વધે એટલું રાતે કેમ ન વધે. પછી પણ તમે બીલ ન ભરો તો તમને બેત્રણ વાર નોટિસ આપે. પછી ય તમે બીલ ન ભરો તો એ લોકો બીલ પઠાણી ઉઘરાણી કરતી એજન્સીઓને મોકલી આપે. અને એ એજન્સીઓ તમારા બારણે આવે ત્યારે તમે એમ કહો કે મારી પાસે પૈસા નથી પણ હું હપ્તેથી ભરી દઇશ. તો તરત જ તમને હપ્તા કરી આપે. એ પણ વગર વ્યાજે.
અમેરિકા સાચે જ બહુ પછાત છે. ત્યાં ગરીબો બહુ વસે છે. એટલે એમને પહેલેથી વીજળી ખરીદવાનું પરવડતું નથી ! ખરેખર વિશ્વગુરુએ ડંકો વગાડી દીધો !rs [સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA]

[wptube id="1252022"]





