ANANDANAND CITY / TALUKO

આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર માર્ગના કામનું ખાતમુહર્ત કરાયું

આણંદ, મંગળવાર :: સાંસદશ્રી મિતેષભાઇ પટેલના હસ્તે આણંદ તાલુકાના આંકલાવડી ખાતે અંદાજીત રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે તૈયાર થનાર મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહતથી શ્રી શ્રી રવિશંકર આશ્રમને જોડતા માર્ગના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર લોકસુખાકારીના કામો કરવા માટે કટિબધ્ધ છે. મહાદેવપુરા-આંકલાવડી નવી વસાહતથી શ્રી શ્રી રવિશંકર આશ્રમને જોડતો માર્ગ બનવાથી આંકલાવડી અને વહેરાખાડીના લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમણે આ તકે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરીને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.

આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં આણંદ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સંજયભાઇ પટેલ, આંકલાવડીના સરપંચશ્રી માલતીબેન ટાંટોડ, વહેરાખાડીના સરપંચશ્રી માધવભાઇ પરમાર સહિત અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં આંકલાવડી અને વહેરાખાડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button