HALVADMORBIMORBI CITY / TALUKO
હાશ…આખરે એક નેતા તો જાગ્યા. હળવદ ની કથાડતી પરિસ્થિતિને લઈને હળવદ ભાજપના એક નેતાએ કલેકટરને લેટર આપી તાત્કાલિક અસરથી કામગીરી કરવા રજૂઆત કરી

હાશ…આખરે એક નેતા તો જાગ્યા. હળવદ ની કથાડતી પરિસ્થિતિને લઈને હળવદ ભાજપના એક નેતાએ કલેકટરને લેટર આપી તાત્કાલિક અસરથી કામગીરી કરવા રજૂઆત કરી

છેલ્લા ઘણા સમયથી હળવદ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન નગરપાલિકા તંત્રની કામગીરી ને કારણે હળવદની હાલત બદ થી બતર થતી જઈ રહી છે જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા મહિનાઓથી યોગ્ય સાફ સફાઈ થતી નથી તેમજ સામંત સર તળાવ આસપાસ ગંદકીઓ જોવા મળી રહી છે જેના લીધે ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ફાટી નીકળવાનો ભય છે તેમજ હળવદના દરેક વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં છે તેમજ હળવદ શહેર વિસ્તારના ગૌરવ પથ ગણાતા રોડ રસ્તાઓ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક અસરથી ધ્યાન દઈ યોગ્ય કામગીરી કરવા હળવદ ભાજપના નેતા નયન દેત્રોજા દ્વારા કલેકટરને જાણ કરવામાં આવી
[wptube id="1252022"]