RAMESH SAVANI

Ramesh Savani : સરકાર શરમ-સંકોચ એક બાજુએ મૂકીને, ધનવાન ઉદ્યોગપતિને જેલમુક્ત કરવા ઉત્સુક બની ગઈ નથી?

30 ઓક્ટેબર, 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો હતો. બ્રિજ પર રહેલા અનેક લોકો નદીમાં ખાબક્યા હતા. 135ના મૃત્યુ થયા હતા. આ બ્રિજની જાળવણીનો કોન્ટ્રાક્ટ મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી SITના રિપોર્ટમાં ઓેરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ મુખ્ય આરોપી જેલમાં છે. જયસુખ પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ દિવ્યેશ જોશી સમક્ષ 13 જીસેમ્બર 2023ના રોજ સુનાવણી થઈ હતી. મૃતકોના પરિવારજનોએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે પોતાનો ચૂકાદો મુલતવી રાખ્યો છે. હાઈકોર્ટને વિક્ટિમનું દર્દ સ્પર્શે છે કે સરકારની રજૂઆત, તેનો ખ્યાલ થોડાં દિવસમાં આવી જશે !
જયસુખ પટેલને જામીન મળે તે માટે ગુજરાત સરકારે પરિશ્રમ ઊઠાવ્યો છે. સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે “1. જયસુખ પટેલ નાસી છૂટે એવો આરોપી નથી. 2. જયસુખ પટેલને જામીન મળે તેમાં સરકારને કોઈ વાંધો નથી. 3. ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. તેમજ કેસમાં ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે. 4. જયસુખ પટેલ જેલમાં રહેવાથી ઉદ્યોગો પર અસર પડી રહી છે.”
બીજી તરફ કોંગ્રેસના નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને ડૉ. કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી કહ્યું હતું કે દુર્ઘટના બાબતે SITનો રિપોર્ટ એક તરફી છે. મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.”
થોડાં પ્રશ્નો : [1] 135 લોકોના જીવ કરતાં ગુજરાત સરકારને આરોપી જયસુખ પટેલની ચિંતા વધુ છે ! સરકારને નાગરિકોની જિંદગીની કોઈ કિંમત નથી, ઉદ્યોગપતિ જેલમાં રહે તો સરકાર ચિંતામાં મૂકાઈ જાય છે ! સરકારનું આવું વલણ યોગ્ય છે? શું સરકાર આવું કરી શકે? [2] બળાત્કારીઓ/હત્યારાઓ ‘સંસ્કારી’ અને ‘ઉચ્ચવર્ણના હતા અને વિકિટિમ લઘુમતી વર્ગના હતા ત્યારે સરકારે બળાત્કારીઓ/હત્યારાઓને જેલમુક્ત કરી દીધા હતાં ત્યારે બહુમતી હિન્દુઓએ વાંધો ઊઠાવ્યો ન હતો. પરંતુ લઘુમતીને અન્યાય કરનાર સરકાર જ્યારે જેલનિવાસી ઉદ્યોગપતિની તરફેણ કરે ત્યારે આંખ ખૂલવી જોઈએ કે નહીં? [3] આરોપીને જામીન ન મળે તે માટે સરકારી વકીલે કામ કરવાનું હોય છે, આ કિસ્સામાં સરકારી વકીલ જ આરોપીની તરફેણ કરે છે ! જો સરકારી વકીલનું આવું ચરિત્ર હોય તો આરોપી જયસુખ પટેલને સજા થાય ખરી? [4] ‘નાસી છૂટે તેવો આરોપી નથી’, એવું પ્રમાણપત્ર સરકાર આપી શકે? જયસુખ પટેલ કરતા વધુ સંપત્તિવાળા દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ ગયા નથી? [4] ‘જયસુખ પટેલને જામીન મળે તો સરકારને વાંધો ન હોય’ તો કોઈ ગરીબ/વંચિતને જમીન ન મળે તે માટે સરકાર શામાટે પ્રયત્નશીલ રહે છે? [5] ‘ચાર્જફ્રેમમાં લાંબો સમય લાગે તેમ છે. ઘણા બધા સાક્ષીઓ હોવાને કારણે સમય લાગે એમ છે.’ શું આ બહાનું નથી? બીજા કોઈ આરોપી માટે સરકારે આવી દલીલ ક્યારેય કરી છે? [6] ‘જયસુખ પટેલ જેલમાં રહેવાથી ઉદ્યોગો પર અસર પડી રહી છે.’ જો આ દલીલ સ્વીકારીએ તો કોઈ ગુનેગાર ઉદ્યોગપતિને જેલમાં રાખી શકાય નહીં ! શું જયસુખ પટેલના કુટુંબીજનો ઉદ્યોગ ચલાવી ન શકે? આ દલીલ મુજબ તો કોર્પોરેટ બાપુ આશારામને પણ જેલમુક્ત કરવો જોઈએ, જેથી તે પોતાનો ઉદ્યોગ ચલાવી શકે ! શું ગુજરાત સરકાર શરમ-સંકોચ એક બાજુએ મૂકીને, ધનવાન ઉદ્યોગપતિને જેલમુક્ત કરવા ઉત્સુક બની ગઈ નથી?rs

[wptube id="1252022"]
Back to top button