RAMESH SAVANI

Ramesh Savani : ભગતસિંહે સંસદમાં સ્મોક બોમ્બ વડે અંગ્રેજોને પડકાર્યા હતા; પણ આ યુવાનોએ કોને પડકાર્યા છે?

13 ડીસેમ્બર 2023ના રોજ નવા સંસદ ભવનમાં સ્મોક બોમ્બ દ્વારા વિરોધ કરવાની ઘટનાને સુરક્ષાની ખામી કહી શકાય; પરંતુ સવાલ એ છે કે યુવાનોએ આવું પગલું શામાટે ભરવું પડ્યું?
આ સ્મોક બોમ્બની ઘટના પાછળ કુલ 6 યુવાનો જવાબદાર છે. 1. મનોરંજન ડી (35) બેંગલુરુ. એન્જિનીયર. 2. સાગર શર્મા. સંસદની લોબીમાં કૂદનાર. લખનૌ. 3. નીલમ (42) સંસદની બહાર પ્રદર્શન કરનાર. હરિયાણા. BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET પાસ છે. બેરોજગારીના કારણે તે તણાવમાં હતી. 4. અમોલ શિંદે. મહારાષ્ટ્ર. પોલીસ ભરતીની તૈયારી કરે છે. 5. લલિત ઝા. ફરાર છે. 6. વિશાલ શર્મા. ગુરુગ્રામમાં રહે છે.
થોડાં પ્રશ્નો : [1] 2014 પછી સરકાર સામેનું કોઈ પણ આંદોલન જૂઓ. સરકારે તેને કચડી નાખેલ છે. માત્ર કિસાન આંદોલનને કચડી નાંખવા અનેક પ્રયત્નો કર્યા પણ તેને કચડી શકી ન હતી. આ સ્થિતિમાં લોકોની વાત સાંભળવાને બદલે કૂટનીતિથી તેને દબાવી દેવાનો રસ્તો સરકાર અપનાવે ત્યારે આ પ્રકારની ઘટના ન બને? [2] સરકાર પ્રાઈવેટાઈઝેશન તરફ દોટ મૂકી રહી છે. સરકારી/ અર્ધ સરકારી નોકરીઓ ઓછી થઈ રહી છે. નોકરીની આશામાં યુવાનોની ઉંમર વીતી રહી છે. પોલીસ/ આર્મી/ રેલ્વે/ બેંક વગેરેમાં ભરતી થતી હતી ત્યારે યુવાનોમાં જોશ જળવાઈ રહેતું હતું. હવે ફિક્સ પગારી નોકરી થઈ, તેમાં પણ નિયમિત ભરતી થતી નથી. યુવાનોમાં ભયંકર અંજપો છે. આ છ યુવાનો હિન્દુ છે ! ડબલ એન્જિનની જ્યાં સરકાર છે તેવા રાજ્યના છે. આમાં કોઈ મુસ્લિમ નથી. કોઈ આતંકવાદી નથી. કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી. યુવાનો છે, અને તેમને બેરોજગારી સતાવે છે ! મોંઘા શિક્ષણ પછીની બેરોજગારી યુવાનોને પીડા આપે કે નહી? [3] એવું કોઈ માધ્યમ નથી બચ્યું કે જેના થકી સામાન્ય નાગરિક પોતાની વ્યથા સરકારના કાન સુધી પહોંચાડી શકે. મુખ્ય ધારાના મીડિયાને સરકારની આરતી ઊતારવાથી સમય જ મળતો નથી ! સરકાર સ્વતંત્ર ઓનલઈન માધ્યમો પર ખોટા કેસ કરે છે. સત્ય બોલે તેને સત્તાપક્ષ દેશદ્રોહી ચીતરે છે, પાકિસ્તાન/ચીનના દલાલ ઠરાવે છે. આ સ્થિતિમાં યુવાનો શું ન કરે? [4] સત્તાપક્ષે વિપક્ષને ખતમ કરવા CBI/ ED/ Election Commission/ સુપ્રિમકોર્ટનો દુરુપયોગ કર્યો. સત્તાપક્ષે પોતાના IT Cell દ્વારા વિપક્ષી નેતાનું ચરિત્રહનન સતત કરે છે. સ્વતંત્ર નાગરિક સંસ્થાઓની કમર તોડી. એક્ટિવિસ્ટોને જેલમાં પૂર્યા. સામાન્ય લોકો કઈ રીતે અવાજ ઊઠાવી શકે? [5] અંગ્રેજોના સમયે, તેમના કાન ખોલવા ભગતસિંહે સ્મોક બોમ્બનો પ્રયોગ કર્યો તેથી આપણે તેમને ક્રાંતિકારી કહીએ છીએ; આજના યુવાનોએ સ્મોક બોમ્બનો પ્રયોગ કર્યો તો સાંસદોએ નિર્દય બની મારપીટ કરી અને તેમને અપરાધી બનાવી દીધાં ! આ યુવાનોએ આ પગલું કેમ ભરવું પડ્યું તેની ચિંતા સત્તાપક્ષને કેમ થતી નહીં હોય? ભગતસિંહે સંસદમાં સ્મોક બોમ્બ વડે અંગ્રેજોને પડકાર્યા હતા; પણ આ યુવાનોએ કોને પડકાર્યા છે?rs

[wptube id="1252022"]
Back to top button