RAMESH SAVANI

જે સંગઠનના આદર્શ જ મુસોલિની અને હિટલર હોય તેને ગાંધીજી અને ડો. આંબેડકર કઈ રીતે પચે?

રાજસ્થાન સરકારના કેબિનેટ મિનિસ્ટર અવિનાશ ગેહલોતે વિનાશક કામ કર્યું છે. પોતાની ચેમ્બરમાંથી ગાંધીજી/ ડો. આંબેડકરના ફોટાને બદલે RSSના સ્થાપક ડો. કેશવરાવ બલિરામ હેડગેવાર તથા દ્વિતિય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરના ફોટા મૂક્યા છે ! એટલું જ નહીં, આ બન્ને ફોટાઓ, ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની તસ્વીરોની ઉપર મૂક્યા છે ! અવિનાશ ગેહલોતે ચાર્જ સંભાળ્યો તે પહેલા ચેમ્બરમાં પૂજા-અર્ચના/ મંત્રોચ્ચારની વિધિ કરી હતી !
બંધારણના શપથ લઈ મિનિસ્ટર બનનાર બંધારણીય મૂલ્યોના વિરોધીઓની તસ્વીરો મૂકે તે શરમજનક કહેવાય !
હેડગેવાર (1 એપ્રિલ 1889/ 21 જૂન 1940) અને ગોલવલકર (19 ફેબ્રુઆરી 1906/ 5 જૂન 1973) બન્ને લોકશાહીના વિરોધી હતા. RSS એવું સંગઠન છે જેમાં લોકશાહી નથી, માત્ર ઉચ્ચવર્ણની વ્યક્તિ જ RSSના પ્રમુખ એટલે કે સરસંઘચાલક બની શકે છે ! RSSની સ્થાપના Italian dictator મુસોલિની (29 જુલાઈ 1883/ 28 એપ્રિલ 1945) અને German dictator હિટલર (20 એપ્રિલ 1889/ 30 એપ્રિલ 1945)ની વિચારધારાના પ્રભાવ હેઠળ થઈ હતી.
થોડાં પ્રશ્નો : [1] RSSના વડા; 1925થી લઈ 2024 દરમિયાન (રાજેન્દ્રસિંહ સિવાય) બ્રાહ્મણ પુરુષ જ કેમ હોય છે? કોઈ OBC/ દલિત/ મહિલાને RSSના પ્રમુખ કેમ બનાવવામાં આવતા નથી? શું RSS બ્રાહ્મણ પુરુષોનું સામંતવાદી સંગઠન નથી? [2] RSSને અનામત સામે કેમ વિરોધ છે? જાતિવાદ સામે કેમ વિરોધ નથી? શું અનામત મેળવનારી જાતિઓ હિન્દૂ નથી? [3] RSS સાવરકરને વીર કહે છે, શું સાવરકરે અંગ્રેજ સરકારની વારંવાર માફી માંગી ન હતી? શું સાવરકર દર મહિને અંગ્રેજ સરકાર પાસેથી કલેક્ટરના પગાર જેટલું ભથ્થું લેતા ન હતા? [4] શું ગાંધીજીના હત્યારા ગોડસેને સાવરકર સાથે/ RSS સાથે સંબંધ ન હતો? સરદાર પટેલે RSS પર પ્રતિબંધ શામાટે મૂકેલ? [5] શું RSSને ભારતીય રાષ્ટ્રધ્વજ સામે વાંધો નથી? RSSના મુખપત્રમાં, 14 ઓગસ્ટ 1947ના રોજ લખ્યું હતું : “ભારતના ધ્વજમાં ત્રણ રંગ અશુભ છે. તેનાથી ખરાબ મનોવૈજ્ઞાનિક અસર પડે છે, આ ભારત મહાદેશ માટે નુકસાનકર્તા છે, જેને હિન્દુ ક્યારેય સ્વીકારશે નહીં !” [6] RSS મકરસંક્રાંતિ નિમિત્તે દલિત વિસ્તારોમાં ‘સમરસતા ભોજન’નું આયોજન કરે છે, પરંતુ અસ્પૃશ્યતા/ શોષણ/ વર્ણવ્યવસ્થા સામે કેમ અવાજ ઉઠાવતું નથી? [7] રામમંદિર જો આસ્થાનો પ્રશ્ન હોય તો સત્તા મેળવવા તેનો ઉપયોગ કેમ? [8] ભારત ‘હિન્દુ રાષ્ટ્ર’ બનવું જોઈએ કે ‘ભારતીય રાષ્ટ્ર’ બનવું જોઈએ? [9] RSS ભારતીય દર્શની ઉદાર, તાર્કિક, નાસ્તિક અને સર્વસમાવેશી પરંપરાઓનું સન્માન કેમ કરતું નથી? [10] RSS એક બાજુ, વ્યક્તિવાદ અને પ્રસિદ્ધિથી દૂર રહે છે; તો બીજી તરફ વડાપ્રધાનની ‘અવતારી’ છબિ ઊભી કરવામાં ભૂમિકા ભજવે છે ! શું RSS બે મોઢાવાળું સંગઠન નથી? [11] જે સંગઠનના આદર્શ જ 10,00,000 લોકોની હત્યા માટે જવાબદાર મુસોલિની અને 60,00,000 લોકોની હત્યા કરાવનાર હિટલર હોય તેને ગાંધીજી અને ડો. આંબેડકર કઈ રીતે પચે?
આમ છતાં, આપણે રાજસ્થાન સરકારના કેબિનેટ મિનિસ્ટર અવિનાશ ગેહલોતનો આભાર માનવો જોઈએ કે તેમણે હેડગેવાર અને ગોલવલકરની તસ્વીર ઉપર મુસોલિની અને હિટલરની તસ્વીર મૂકી નથી !rs

[wptube id="1252022"]
Back to top button