
નાંદોદ તાલુકાના વાવડી ગામેથી ચોરીના લોખંડના સળીયા સાથે વધુ બે આરોપીઓ ઝડપાયા
નર્મદા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં લોખંડના સળિયાની ચોરીના બનાવના પગલે પોલીસ સતર્ક થઈ છે ત્યારે બે દિવસ અગાઉ જીત નગર ગામેથી આશરે ૬૦ હજાર ની માત્રાના લોખંડના સળિયાની ભારીઓ મળી આવી હતી સાથે આરોપીઓ પણ ઝડપાયા હતા ત્યારે ફરી એકવાર નાદોદ તાલુકાના વાવડી ગામેથી ચોરીના લોખંડના સળિયા ઝડપાયા છે
રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ બાંધકામની સાઈટો ઉપરથી લોખંડના સળિયા ની ચોરી થતી હોવાની ફરિયાદો આવતી હોવાથી પોલીસ સતત થઈ છે જે સંદર્ભે એલસીબી નર્મદા દ્વારા ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવવા તજવીજ કરતા માહીતી મળેલ કે, વાવડી ગામે રહેતા પ્રવિણભાઇ મોતીભાઇ વસાવાનાઓના ઘરે ચોરીના લોખંડના સળીયા હોવાની બાતમી આધારે એલ.સી.બી. પો.સ.ઇ. બી.જી. વસાવા તથા બી.એસ. સોલંકી, તથા પોલીસ સ્ટાફ મારફતે તપાસ કરતા લોખંડના સળીયા તથા આ મુદ્દામાલ વેચનાર તથા વેચાણથી લેનાર ઇસમો ઝડપાયા હતા જેમાં (૧) જૈમીનભાઇ ભીખાભાઇ પટેલ રહે, ચોરાવાળુ ફળીયુ, વાવડી તા.નાંદોદ જી.નર્મદા (૨) પ્રવિણભાઇ મોતીભાઇ વસાવા રહે. સડક ફળીયા, વાવડી ગામ તા.નાંદોદ જી.નર્મદા ને પોલીસે ઝડપી પાડી લોખંડના સળિયાની ૦૯ ભારી ૪૭,૨૫૦/- તેમજ મોબાઈલ ફોન કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે