
નકલી ટોલનાકું/ નકલી ડીગ્રી/ નકલી PSI-DySP/ હાઈકોર્ટનો નકલી હુકમ/ નકલી મામલતદાર/ ધોળકામાં ચૂંટણીમાં નકલી જીત/ નકલી બિયારણ/ નકલી દવાઓ/ નકલી ખાતર વગેરેથી ગુજરાત ઓળખાય છે, હવે તેમાં નકલી મીઠાએ ઉમેદવારી કરી છે !
26 ડિસેમ્બર 2023ના રોજ બિહાર રેલ્વે પોલીસે, સરાઈ રેલ્વે સ્ટેશન માલના ગોડાઉન પાસે 6 ટ્રકમાંથી નકલી મીઠાના 7,000થી વધુ પેકેટોનો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો ગુજરાતમાંથી આત્મારામ ચૌધરીએ મોકલ્યો હતો. બિહાર પોલીસે આત્મારામ ચૌધરી તથા બીજા બે ઈસમો સામે છેતરપિંડી, કોપીરાઈટ એક્ટ, ટ્રેડમાર્ક એક્ટ અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ FIR નોંધી છે. આ નકલી મીઠું ‘ટાટા સોલ્ટ કંપની’ના લેબલ જેવા ડુપ્લિકેટ પેકેટોમાં પેક કરવામાં આવ્યું હતું. બિહારના ગ્રામીણ બજારોમાં નકલી મીઠું પ્રચલિત છે, બ્રાન્ડેડ મીઠાની સરખામણીમાં નકલી મીઠાની કિંમત ઓછી હોવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં વધુ માંગ છે. સ્વાભાવિક છે કે નકલી મીઠું ખાવાથી આરોગ્ય પર માઠી અસર પડે.
ગુજરાતમાંથી નકલી મીઠું સપ્લાઈ કરનાર આત્મારામ ચૌધરી કોણ છે? 12 ડીસેમ્બર 2023ના રોજ હળવદ GIDCમાં આવેલી ‘સાગર કેમ ફૂડ’ નામની ઇન્ડસ્ટ્રિઝમાંથી ટાટા કંપનીનું ઓથોરાઈઝડ ડીલરશિપનું પ્રમાણપત્ર ન હોવા છતાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટિક પ્રિન્ટેડ લોગો, પાઉચ સહિતનો મુદ્દામાલ કબજે કરી, ફેકટરી માલિક આત્મારામ ક્રિષ્નારામ ચૌધરી (ઉં. 33, રહેવાસી ગિરનારી નગર, હળવદ, મૂળ રહેવાસી રાજસ્થાન) સામે ટાટા કંપનીના અધિકારીએ, હળવદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. સ્વાભાવિક છે કે બિહારમાં ઝડપાયેલ નકલી મીઠાના જથ્થાની માહિતી પણ ટાટા કંપનીના અધિકારીએ બિહાર પોલીસને આપી હશે. ‘નિરમા વોશિંગ પાવડર’ની જગ્યાએ નકલી નિરમા વોશિંગ પાવડર પણ ધૂમ વેચાય છે ! નિરમા કંપનીએ અનેક FIR નોંધાવી હતી, છતાં નકલી વેચાણ અટક્યું નથી ! બ્રાન્ડેડ કંપનીની નકલ કરી પૈસા રળવાની એક મોડસ ઓપરેન્ડી છે. પરંતુ ખાદ્યચીજોમાં ભેળસેળ થાય તે વિચાર માંગી લે છે.
અમેરિકામાં ખાદ્યચીજોમાં ભેળસેળનું પ્રમાણ શૂન્ય છે ! એનું કારણ લોકોની નીતિમત્તા તથા ભારે નુકસાની ચૂકવવાનો ડર છે ! આપણે ત્યાં આ બન્નેની ખામી છે !rs

[wptube id="1252022"]





