
‘ધ હિન્દુ’ અખબારના પૂર્વ સંપાદક એન. રામ / સુપ્રીમકોર્ટના પૂર્વ જજ મદન લોકુર અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ એ. પી. શાહે વડાપ્રધાન મોદી તથા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભાની ચૂંટણી એક મંચ પર ચર્ચા કરવા 9 મે 2024ના રોજ પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે ‘જાહેર ચર્ચા લોકોને શિક્ષિત કરશે, તેમજ એક સ્વસ્થ/ જીવંત લોકતંત્રની સાચી છબિ રજૂ કરવામાં એક મોટું ઉદાહરણ બનશે. કોઈ કારણોસર આપ ન હાજર રહી શકો તો આપના પ્રતિનિધિને મોકલવા.’
રાહુલ ગાંધીએ 10 મે 2024ના રોજ લખનૌમાં કહ્યું કે હું કોઈ પણ જગ્યાએ જાહેર ચર્ચા કરવા તૈયાર છું ! પરંતુ વડાપ્રધાને હજુ સુધી મૌન પાળ્યું છે ! મોદીજીએ 10 વરસમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી, જ્યારે રાહુલ ગાંધીએ અનેક પ્રેસ કોન્ફરન્સ કરી છે.
બન્ને નેતાઓ જાહેર ચર્ચા કરે તો તેમાં કેવી ચર્ચા થાય તેની કલ્પના કરીએ :
રાહુલ : નમસ્કાર મોદીજી !
મોદી : શહજાદાને સલામ !
રાહુલ : આપ મુસ્લિમોના ઘેર સેવૈયા ખાવા જતા હતા તો લોકોમાં નફરત/ ધૃણા કેમ ભરો છો? નફરતથી દેશનો વિકાસ થાય કે વિનાશ?
મોદી : મૌન !
રાહુલ : મહિલા પહેલવાનોની FIR નોંધવાનો દિલ્હી પોલીસે ઈન્કાર કોના ઈશારે કર્યો હતો?
મોદી : મૌન !
રાહુલ : શું બંધારણને બદલી મનુસ્મૃતિને બંધારણ બનાવવા આપને લોકસભામાં 400થી વધુ બેઠકો જોઈએ છે?
મોદી : મૌન !
રાહુલ : બેરોજગારી/ મોંઘવારી/ રુપિયાનું અવમૂલ્યન/ ગરીબો અને મધ્યમવર્ગની હાલાકી વગેરે સમસ્યાઓ અંગે આપ કેમ ચૂપ રહો છો? ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપ રજનું ગજ, રાઈનો પર્વત કરતા હતા, તો હાલ કેમ ચૂપ રહો છો?
મોદી : મૌન !
રાહુલ : નોટબંધી કાળું ધન નાબૂદ કરવા કરી હતી, પરંતુ આપ જ કહો છો કે અદાણી-અંબાણી ટેમ્પો ભરીને કાળું ધન આપે છે ! શું નોટબંધીની નિષ્ફળતા સ્વીકારશો? ટેમ્પો ભરીને કાળુ નાણું રાખનાર સામે આપ કેમ પગલાં લેતા નથી? CBI/ ED કેમ ચૂપ છે? દુ:ખની વાત એ છે કે આપ પ્રધાનમંત્રી નથી પણ રાજા છો ! એક કઠપૂતળી રાજા, જેની ડોર ટેમ્પોવાળા અબજપતિઓના હાથમાં છે ! આપને મંત્રીમંડળ/ સંસદ/ બંધારણની કંઈ પડી નથી !
મોદી : મૌન !
રાહુલ : જો આપ મૌન જ રહેવાના હો તો અહીં ચર્ચા માટે આવવાનું કારણ?
મોદી : ભાઈ શહજાદા ! જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી લો ! મીડિયાની ડીબેટ જોઈ લેજો !
મીડિયાની ડીબેટનો મુખ્ય મુદ્દો : રાહુલ સાવ બાળક જેવા પ્રશ્નો પૂછી રહ્યા હતા એટલે વિશ્વગુરુએ તેની નોંધ પણ ન લીધી !rs [કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન/ સતિષ આચાર્ય/ મંજુલ]


[wptube id="1252022"]





