
વિજાપુર માલધારી સમાજ દ્વારા ગાયો પકડતી અજેન્સી સામે કાયદેસર ના પગલાં ભરવાની કરી માંગ
મામલતદાર તેમજ પાલીકા ને અજેન્સી સામે કાયદેસર કરવા લેખીત રજુઆત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં રખડતી ગાયો નો મુદ્દો સમય જતાં વધુ પેચીદો બની રહ્યો છે ગોચર ની જગ્યા ઓ માં ગેરકાયદેસર દબાણો થયા બાદ ગાયોની સમસ્યાઓ ધીમે ધીમે વકરી રહી છે ગાયો પકડવાની પાલીકા એ આપેલ એજેન્સી મા એન્ટર પ્રાઇજ દ્વારા ગાયો ને પકડવાની ધરાયેલ કામગીરી ના અનુસંધાન માં પાલીકા ની નક્કી કરવામાં આવેલી જગ્યાએ નહીં લઈ જઈને વાયા માણસા થઈ નંદાસણ તરફ લઈ જતા જે વાત માલધારી સમાજ ને તેમજ ગૌરક્ષકોને ધ્યાનમાં આવતા ગાડીમાં ક્રુરતા પૂર્વક ભરેલી ગાયો પરત લાવીને મા એન્ટર પ્રાઇજ નામની એજન્સી સામે કાયદેસર ના પગલાં ભરવાની ગૌરક્ષકો તેમજ માલધારી સમાજ ના આગેવાન રાજુભાઈ દેસાઈ દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે રાજુભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે તા 21/07/2023 ના રોજ પાલીકા દ્વારા મા એન્ટર પ્રાઇજ નામની ગાયો પકડતી એજેન્સી ને નક્કી કરેલા સ્થળ ઉપર લાવી છોડી દેવા માટે ની કામગીરી આપી હતી પરંતુ એજન્સી દ્વારા આ ગાયો ને પકડી ક્રૂરતા પૂર્વક બાંધી ને ટ્રેક્ટર માં નાખીને વાયા માણસા થઈને નંદાસણ તરફ લઈ જવાની માહીતી મળતા ગૌરક્ષકો એ ટ્રેક્ટરનો પીછો કરી ગાયો ને છોડાવી હતી અને ઘાસ ચારો નાખી અજેન્સી ના માણસો અને અજેન્સી સામે કાયદેસર કરવા માં આવે તે અંગેની મામલતદાર તેમજ પાલીકા ચીફ ઓફિસર સમક્ષ માંગણી કરવામાં આવી હતી અદ્રશ્ય થયેલા ગોચરો ની જગ્યા ને કારણે આજે ગાયોને રહેવા માટે કોઈ જગ્યા નથી માટે ઉભી થયેલ સમસ્યાઓ નો નિરાકરણ લાવવામાં આવે તે પણ અત્યંત જરૂરી બન્યું છે