JUNAGADHKESHOD

કેશોદ શહેરમાં છેલ્લાં છ માસમાં અવસાન પામેલાં મૃતાત્માઓ નાં અસ્થિ ગંગાજી માં વિસર્જીત કરતાં પહેલાં પુજન કરી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી

કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વ્રારા છેલ્લા ચોવીસ વર્ષથી કેશોદ તથા આજુબાજુ ના વિસ્તાર ના મૃતાત્મા ઓના અસ્થિઓ નું હરદ્વાર મુકામે શાસ્ત્રોક્ત વિધિ થી વિસર્જન કરવા આવે છે. કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન ખાતે અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માં બાર સ્થળોએ અસ્થિ એકઠા કરવાની વ્યવસ્થા સ્થાનિક આગેવાનો નાં સહયોગથી કરવામાં આવી છે જેમાં કુલ પાંચસો અગીયાર થી વધારે મૃતાત્માઓ ને અંતિમ વિદાય પુષ્પાંજલિ ભાવાંજલિ અર્પણ કરવાનાં કાર્યક્રમ માં સદગતના પરિવારજનો હાજર રહ્યા હતાં . માનવ સેવા સમાજ દ્વારા વર્ષ માં બે વાર ભાદરવા માસમાં અને ચૈત્ર માસમાં આ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સ્વખર્ચે હરદ્વાર મુકામે ભૂદેવો ની હાજરી માં શાસ્ત્રોક્ત વિધિ સાથે પીડદાન કરી અને પવિત્ર ગંગા નદી માં વિસર્જન કરવામાં આવે છે.અને આ મૃતાત્મા નાં આત્મા ને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવા આવે છે.આ મૃતાત્મા નાં અસ્થિ હરિદ્વાર મુકામે લઈ જવામાં આવે એ પહેલાં અંતિમ દર્શન અંતિમ વિદાય આપવા યોજવામાં આવેલ કાર્યક્રમ માં સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી હરસુખભાઈ સિધ્ધપરાએ દીપપ્રાગટય કર્યું હતું અને સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ નાં પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ મોબાઈલ એશોશીએશન નાં પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા પુજન કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ભાવાંજલિ પુષ્પાંજલિ કાર્યક્રમ માં રામધૂન બોલાવી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. માનવ સેવા સમાજ કેશોદના કાન્તિભાઈ ડાભી દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ ની માહિતી આપી હતી. કેશોદ માનવ સેવા સમાજ નાં શશીભાઈ જેસુર, કાન્તિભાઈ પંડ્યા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button