
તા.૧૦/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાસાવડના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો. સરોજબેન જેતપરીયાના માર્ગદર્શન હેઠળ એસ.એસ.અજમેરા હાઈસ્કુલ ખાતે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વસ્તી વધારો એક સમસ્યા વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બાવનકા ફિરદોશબેન, દ્વિતિય ક્રમે મેર ચંદ્રિકાબેન, તૃતિય ક્રમે સાકરિયા આયશાબેન વિજેતા થયા હતા. જ્યારે ચિત્ર સ્પર્ઘામાં પ્રથમ ક્રમે પ્રાણાવધુ સાન્યા, દ્રિતિય ક્રમે પોપટાણી મીત અને તૃતિય ક્રમે સોલંકી રાજલ વિેજેતા થયા હતા. ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યા હતા.


આ પ્રસંગે ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો. સરોજબેન જેતપરીયા અને એસ.એસ.અજમેરા હાઈસ્કુલના આચાર્યશ્રી સુરેશભાઈ સોંદરવાએ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે MPHS શ્રી ઘનશ્યામભાઈ પરમાર, MPHW શ્રી કૌશિકભાઈ બારૈયા, શ્રી ભાવેશભાઈ પંડ્યા, ફિમેલ હેલ્થ વર્કર શ્રી પ્રિયંકાબેન પરમાર અને શાળાના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.









