
[ભાગ-3]
વડતાળ ગાદીના આચાર્ય વતી જશભાઈ મકનદાસ પટેલે 8 ડીસેમ્બર 1936ના રોજ બોરસદ કોર્ટમાં કેસ કર્યો તેમાં પ્રતિવાદી યજ્ઞપુરુષદાસજીએ જે જવાબ રજૂ કર્યો તે ચોંકાવનારો હતો !
યજ્ઞપુરુષદાસજીએ જણાવ્યું કે “વાદીનો દાવો સાચો નથી. અમને કબૂલ નથી. વાદી વડતાળની લક્ષ્મીનારાયણ દેવની ગાદીના ખરા આચાર્ય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ અને લેખ મુજબ આચાર્ય તરીકે તેમની નિમણૂંક થયેલી નથી. તેથી તે આ દાવો લાવવા હક્કદાર નથી. વાદી ઈસણાવનું મંદિર વડતાળ ગાદીના તાબાનું છે તેમ જણાવે છે તે વાત સાચી નથી. હાઈકોર્ટે જે સ્કીમ બનાવી છે તેમાં ગામડાંના હરિમંદિરોનો સમાવેશ થતો નથી. ઈસણાવ ગામનું સ્વામિનારાયણનું મંદિર ગામના સત્સંગીઓએ ઈશ્વરભજન કરવાનું સુગમ પડે અને રોજે થાય તે માટે ફાળો કરીને બનાવ્યું છે. તેનો વહીવટ ગામના સત્સંગીઓ કરે છે. તેનો વહીવટ વડતાળ ગાદીના સાધુ/પાળાએ કોઈ દિવસ કર્યો નથી. આ મંદિરના વહીવટ સંબંધે વડતાળ મંદિરના આચાર્યને કંઈ લેવા દેવા નથી. અમો અગાઉ વડતાળ મંદિરમાં રહેતા હતા અને 1906માં વડતાળ મંદિરમાં ત્યાગી અને સાધુઓમાં વિખવાદ ઊભો થયેલો તેના કારણે અમે ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે હરિભજન કરવા સારું ભિક્ષા માંગી બોચાસણ ગામે મંદિર બંધાવી ત્યાં રહીએ છીએ. અમને વિમુખ કરેલા, મંદિરમાંથી કાઢી મૂકેલા તે વાત ખોટી છે. અમોએ ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ વખત પ્રચાર કાર્ય કરેલ નથી. અમો સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સિદ્ધાંત માનીએ છીએ. અને તે અનુસાર હરિભજન કરીએ છીએ. અમે નવી ગાદી સ્થાપી નથી. બોચાસણ ગામે નવા પંથની ગાદી નથી. 5 ડીસેમ્બર 1936ના રોજ અમો ઈસણાવ મંદિરમાં ઘૂસી ગયા હતા તે વાત બનાવટી છે. અમો ઈસણાવ ગામના મંદિરમાં અમો, સંપ્રદાયના હરકોઈ સત્સંગી, સાધુ અને ત્યાગી હરહંમેશ ઉતરીએ છીએ અને વાપરીએ છીએ. અમો 31 વરસથી ઉતરીએ છીએ. અમારો ઉપદેશ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે હોવાથી અમારા ઉપદેશથી કોઈ ક્લેશ થાય તેમ નથી. હરિભજન કરવા ઈસણાવ મંદિરમાં જતા રોકવાનો કોઈનો કાયદા પ્રમાણે કોઈ જાતનો હક્ક નથી. વાદી વતી મુખત્યારને દાવો લાવવાનો હક્ક નથી. વાદીનો દાવો ખર્ચ સાથે રદ કરવા તથા વાદી હેરાન કરવા દ્વેષબુદ્ધિથી દાવો લાવ્યા છે તેથી વળતર અપાવશો.”
ઉપર મુજબ પ્રતિવાદી નંબર- 6 નિર્ગુણજીવનદાસ ગુરુ સજ્ઞપુરુષદાસે તથા બાકીના પ્રતિવાદીઓએ 23 એપ્રિલ 1937ના રોજ કોર્ટ સમક્ષ જવાબો રજૂ કર્યા. વાદી તથા પ્રતિવાદીઓએ પોતપોતાના સમર્થનમાં કેટલાંક પુસ્તકો/ દસ્તાવેજો રજૂ કર્યા. 27 જૂન 1938ના રોજ કોર્ટે 11 મુદ્દાઓ ઉપસ્થિત કર્યા : [1] ફરિયાદ પર યોગ્ય રીતે સ્ટેમ્પ ચોટાડવામાં આવ્યો છે કે નહીં? ફરીયાદી કેટલો વધારે સ્ટેમ્પ ચોટાડવા પાત્ર છે? [2] સાક્ષીઓના આક્ષેપ મુજબ આ દાવો ચાલી શકે તેમ છે કે નહીં? [3] કુલમુખત્યારે માંડેલો દાવો કાયદેસર રીતે ચાલી શકે કે કેમ? [4] ફરીયાદી ઈસણાવ મંદિર; વડતાળ મંદિરના તાબામાં છે એમ સાબિત કરે છે કે નહીં? [5] ફરિયાદીને મંદિરની વ્યવસ્થા કરવાનો હક્ક છે તેમ સાબિત કરે છે? હાઈકોર્ટે નક્કી કરેલી સ્કીમમાં ટેમ્પલ મેનેજમેન્ટના દાવાનો સમાવેશ થાય છે કે કેમ? [6] ફરીયાદી પ્રતિવાદી નંબર-1 યજ્ઞપુરુષદાસને વિમુખ કર્યા તે બાબત સાબિત કરે છે? એ વડતાળ પંથના સાધુ નથી એમ સાબિત કરે છે? [7] ફરિયાદીના જણાવ્યા મુજબ દાવા વાળા મંદિરનો ઉપયોગ કરવા યજ્ઞપુરુષદાસને અધિકાર છે કે કેમ? [8] દરેક મંદિરના સંબંધમાં સામાન્ય હુકમ માટે દાદ આપી શકાય કે કેમ? [9] જો કોઈ દાદ હોય તો ફરીયાદી કઈ દાદને પાત્ર છે? [10] પ્રતિવાદી, વાદીની આચાર્યની પોઝિશનની તકરાર કરી શકે કે કેમ? [11] પ્રતિવાદી, વાદી કાયદેસર રીતે સ્થપાયેલા આચાર્ય નથી એમ સાબિત કરે છે? અને જો તેમ હોય તો આ દાવો દાખલ કરવાનો હક્ક વાદી આચાર્યને છે?
વાદી તરફથી 15 અને પ્રતિવાદીઓ તરફથી 36 સાક્ષીઓ 17જૂન 1940 થી 2 ઓક્ટોબર 1940 વચ્ચે રજૂ થયા. બોરસદ કોર્ટના જજ પી. બી. પટેલે 6 નવેમ્બર 1940ના રોજ જજમેન્ટ આપ્યું હતું.
થોડાં પ્રશ્નો : [1] માની લઈએ કે યજ્ઞપુરુષદાસને તડિપાર/ વિમુખ કરેલ ન હતા, અને પોતાની ઈચ્છાથી વડતાળ મંદિર છોડી બોચાસણમાં મંદિર બાંધી હરિભજન કરતા હતા, ઉપદેશ આપતા હતા; તો ઈસણાવ મંદિરમાં જવાનો આગ્રહ કેમ હતો? હરિભજનનો હેતુ હતો કે મિલકત પર પ્રભુત્વ રાખવાનો? વળી જો યજ્ઞપુરુષદાસ ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ હોય તો ઈસણાવ મંદિરનો મોહ શામાટે રાખતા હતા? [2] જો નિયમ મુજબ વડતાળ ગાદીના આચાર્યની નિમણૂક ન થઈ હોય તો તે અંગે યજ્ઞપુરુષદાસે કોર્ટમાં દાવો કરી પડકારવાની જરુર હતી કે નહીં? ‘અમે વિમુખ નથી, આચાર્યનો દાવો ખોટો છે !’ એવી યજ્ઞપુરુષદાસની દલીલ ટકી શકે? [3] ઈસણાવ ગામના નાના મંદિર માટે આ રીતે કોર્ટે ચડવાનું પગલું સત્સંગીઓને કઈ પ્રેરણા આપે? મંદિરમાં હરિભજન કરતા હોય/ નૈતિક આચરણનો ઉપદેશ આપતા હોય તો ઝઘડો શામાટે થયો હતો?rs

[wptube id="1252022"]





