જૂનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઉપરકોટ ખાતે પતંગોત્સવ યોજાયો

જૂનાગઢ મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઉપરકોટ ખાતે પતંગોત્સવ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આજે મહાનગરપાલિકા અને સવાણી ગ્રુપ દ્વારા ઉપરકોટ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિત અનેક મહાનુભાવો સાથે જૂનાગઢની જનતાએ પરિવાર સાથે ભાગ લીધો હતો. આમ તો પતંગ ઉત્સવ મેગાસિટીમાં ઉજવવામાં આવતો હોય છે.
ત્યારે સૌપ્રથમ વાર જુનાગઢના ઉપરકોટ ખાતે આધ્યાત્મિક પર્વના પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢની જનતાએ પોતાના પરિવાર સાથે ઉપરકોટ ખાતે આ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.
આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, આજે જૂનાગઢની આધ્યાત્મિક નગરીમા આધ્યાત્મિક કિલ્લા પર આજે આધ્યાત્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે
આ ઉતરાયણના પાવન પર્વ પર ઉપરકોટ પર આજે રામમય વાતાવરણ પણ જોવા મળ્યું હતું. ત્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં પણ ઉતરાયણ પર્વ પર આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
તેમજ આ તકે ડે. મેયર ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું કે આજે ઉતરાયણના પર્વ પર દેશ જ્યારે ઉતરાયણનો પર્વ મનાવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા પણ પતંગ ઉત્સવની પહેલ કરવામાં આવી હતી. આજના દિવસે દરેક લોકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરે છે. આ પર્વ પર ઊંધિયાનું પણ જમણ એટલું જ મહત્વ છે. ત્યારે આજે સવાણી ગ્રુપ અને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઉપરકોટ ખાતે પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આજે જ્યારે સૌપ્રથમવાર પતંગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.
ત્યારે આ આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, ત્યારે મેગા સિટીમાં પતંગ ઉત્સવની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ આજે જુનાગઢ ઉપરકોટ ખાતે પણ જૂનાગઢના લોકોને આ ઉત્સવ માણવાનો મોકો મળ્યો હતો.





