પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ નગરપાલિકાની વોર્ડ મિટીંગ (રાત્રિ સભા) યોજાઈ

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ નગરપાલિકાની વોર્ડ મિટીંગ (રાત્રિ સભા) યોજાઈ
પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચ નગરપાલિકાની વોર્ડ મિટીંગ (રાત્રિ સભા)નું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ છેવાડાનાં લોકો સુધી પહોંચે તથા ગામનાં પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ થાય તે માટે રાત્રિ સભા યોજવામાં આવે છે.
જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઇએ સિટી મામલતદાર શ્રી પી કે ઓઝાએ જણાવ્યું હતું . વધુમાં તેમણે યોજનાઓની માહિતી આપવા અને લોકોના પ્રશ્નોનુ સ્થળ પર જ નિરાકરણ લાવવા સરકાર વતી જિલ્લાના અધિકારીશ્રીઓ તમારા આંગણે આવ્યા છીએ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે લોકોએ માળખાકીય સુવિધા વધારવા સહિતના પ્રશ્નો રજુ કર્યા હતાં. રાત્રિસભામાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








