MEHSANAVIJAPUR

પિલવાઈ ગામના વણકર વાસ પાસેની પ્રાથમિક શાળાની આસપાસ ગંદકી ના કારણે શાળાના બાળકો ના આરોગ્ય સામે ખતરો

પિલવાઈ ગામના વણકર વાસ પાસેની પ્રાથમિક શાળાની આસપાસ ગંદકી ના કારણે શાળાના બાળકો ના આરોગ્ય સામે ખતરો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ ગામની વણકરવાસ પાસે આવેલ પ્રાથમિક શાળાના આસપાસ ગંદકી ને કારણે શાળાના બાળકોના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે આ વણકરવાસના રહીશો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા આરોગ્ય વિભાગને જાણ કરી લેખીત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય તંત્ર દ્વારા પ્રશ્ન નિકાલ કરવામાં આવ્યો નથી છેલ્લા આઠ માસ થી શાળા ના રોડ ઉપર વણકર વાસ સુધી ગટરો ઉભરાય છે જેના કારણે મચ્છર નો ઉપદ્રવ વધવા પામ્યો છે જેના અહીં ના રહીશો શાળામાં ભણતા બાળકો બીમારી માં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે જો પ્રશ્ન નો નિરાકરણ નહીં આવે તો રહીશો લડત માટે ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવા માં આવી છે આ અંગે જાગૃત નાગરિક વસંત ભાઈ રમેશભાઈ ચૌહાણે જણાવ્યુ હતુકે છેલ્લા આઠ માસ થી ગટરો ની પાઇપ ની લાઈન પાંચ જગ્યાએ થી લીકેજ ના કારણે ગટર નું ગંદુ પાણી ઉભરાઈ ને રોડ ઉપર બહાર આવતા જેના કારણે શાળાની આસપાસ ગંદકી ફેલાઈ રહી છે તંત્ર સત્વરે પગલાં ભરી ને પ્રશ્ન નો નિકાલ કરવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે અને જેની લેખીત જાણ તાલુકા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગ ને કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button