MEHSANAVIJAPUR

વિજાપુર ની ચાણક્ય વિદ્યા મંદિર ખાતે સમર કેમ્પ યોજાયો

વિજાપુર ની ચાણક્ય વિદ્યા મંદિર ખાતે સમર કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ની ચાણક્ય વિદ્યામંદિર ના આંગણે સુધી કુલ ચાર દિવસના સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતઆ કેમ્પમાં લગભગ 110 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ કેમ્પમાં એરગન શૂટિંગ, તિરંદાજી, ટાર્ગેટ બોલ, બ્રિક વોક ફીટફીલ સર્કિટ ,નેટ ક્રાઉલીંગ, ટેન્ટ ટીચિંગ ફ્રુડ ફેસ્ટિવલ, રોપ ક્લાઈમ્બિંગ, મંકી ક્રાઉલિંગ કમાન્ડો બ્રિજ, વેઇટ લિફ્ટિંગ , જીપ લાઈન / રિવર ક્રોસિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોએ કરી અને ખૂબ જ આનંદ મેળવ્યો .કેમ્પના છેલ્લા દિવસે ચાણક્ય વિદ્યામંદિરમાં ભણતા તમામ બાળકો કે જેઓ એ કેમ્પમાં ભાગ નહોતો લીધો તે બધા તેમજ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા. અને તે બધાને પણ ઉપરની પ્રવૃત્તિઓ નો નિ:શુલ્ક લાભ સંસ્થા તરફથી આપવામાં આવ્યો. વાલી મિત્રોએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લઈ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી. સમાપન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ વિહોલ મુકેશસિંહ રામાજી ના હસ્તે ખૂબ જ ઉત્સાહિત બાળકોને મેડલ્સ અને પ્રમાણપત્ર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ બધા જ વાલી મિત્રોનો સંસ્થા પરિવાર ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button