GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મામલતદાર કચેરીમા રવિવારે કર્મચારીઓ ગેરહાજર લાઈટ પંખા ચાલુ.સરકારી નાણા નો વેડફાટ

તારીખ ૦૫/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકસભાની ચૂંટણી અંતર્ગત કામગીરી માટે સરકારી કચેરીઓ રજા ના દીવસે પણ કાર્યરત હોય છે ત્યારે આજ રોજ રવિવાર ના ૧૧ કલાકે કાલોલ મામલતદાર કચેરી ખુલ્લી જોવા મળી મહેસૂલ વિભાગ, ઈ ધરા અને ચૂંટણી શાખા ની કચેરીઓ ખૂલ્લી જોવા મળી કોઈ પણ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ જોવા મળેલ નહીં પરંતુ કચેરીના પંખા લાઈટ ચાલુ હાલતમાં જોવા મળેલ. આમ ચૂંટણી દરમ્યાન સરકારી કચેરીઓ રેઢિયાળ હાલતમા જોવા મળે છે અને સરકારી નાણા અને વીજળી નો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.
[wptube id="1252022"]