
મોરબી માર્કેટિંગ યાર્ડ, શાકભાજી વિભાગમાં બજાર સમિતિના કર્મચારીની ફરજચૂક અને ગેરવર્તન સામે પગલાં લેવા ઉગ્ર માંગ:
મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા ઘણા સમયથી યાર્ડ કર્મચારી દ્વારા ગ્રાહકો અને વેપારીઓ સાથે ગેરવર્તણુક કરી, શાકભાજી વિભાગ પાસે સીધા વાહન માંથી વેચાણ કરવા દેવામાં આવતા, દુકાનધારક વેપારીઓના વેપાર-ધંધાને નુકશાન પહોંચાડવી દુસપ્રવૃત્તિ ચાલી રહી છે.

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા શાકભાજી વિભાગ સાથે ભેદભાવ ભર્યું વર્તન સત્તાધીશો દ્વારા થતું હોઈ, હાલ ઘણા સમયથી શાકભાજી વિભાગ બહાર વાહન દ્વારા સીધું વેચાણ કરવા દેવામાં આવે છે. જેથી દુકાન ધારકો ના હિતને નુકશાન પહોંચાડાય રહ્યું છે.
યાર્ડ કર્મચારી દ્વારા વાહન પાર્કિંગ, સ્વચ્છતા, જાહેર હરરાજી જેવા મહત્વના કામમાં દુર્લક્ષ સેવી, ફરજ ચૂક કરતા, હાલ મોરબી શાકભાજી વિભાગ માં યાર્ડની ખુલ્લી હરરાજી બંધ છે, ખાલી વાહનોનો ખડકલો હંમેશા જોવા મળે છે અને માલ ભરવા આપેલ ગ્રાહકોની સાથે ગેર વર્તણુક કરી ધંધા વેપારને નુકશાન પહોચાડી રહ્યા હોઈ, એવા કર્મચારીને ફરજ બજાવવા અને સત્તાના નશા માં ભાન ભૂલેલ કર્મચારીની શાન ઠેકાણે લાવવા શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન તરફ થી ઉગ્ર માંગ ઊઠી છે.








