
તા.૧૯.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ શ્રી સાંઇબાબા મંદિર ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ ની સ્થાપના તેમજ નવા નિમાયેલા પ્રમુખ લા.હર્ષદભાઈ પટેલ નો પદ ગ્રહણ સમારોહની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.જ્યારે પદ ગ્રહણ સમારોહ નાં પૂરોહિત પાસ ડીસ્ત્રીક ગવર્નર લા.શશીકાંતભાઈ પરીખ દ્વારા પદ ગ્રહણ કરાવવામાં આવ્યું હતું.જ્યારે ઝોન ચેરમેન તરીકે લા. ગૌતમભાઈ જોષી,ખજાનચી તરીકે લા.મીતાબેન જોશી તેમજ સેક્રેટરી તરીકે લા.પ્રવીણભાઈ પટેલ ની નિમાયા હતા.આ પ્રસંગે લાયન્સ ક્લબ નાં વિવિધ પદાધિકારીઓ,મેમ્બરો સહિત મહાનુભવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









