ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે હનુમાનજી મંદિર ખાતે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયો

ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે હનુમાનજી મંદિર ખાતે દ્વિતીય સમૂહ લગ્ન યોજાયા ધારાસભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા,,, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે હનુમાનજી મંદિરના આંગણે તૃતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આઠ નવદંપત્તિઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આઠે દીકરીઓને 178 જેટલી ઘરવખરી આપવામાં આવી હતી મંદિરના કોઠારી હનુમાનદાસ બાપુ અને મહંત શ્રી રોહીદાસ બાપુ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નનું સંચાલન સરપંચ હસુભાઈ પટેલ અને ગામ લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે 64 ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોડા સહિત આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા સંતોના આશીર્વાદ સાથે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ સમુહ લગ્નને સફળ બનાવવા સમગ્ર નારીચાણા ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી









