GIR SOMNATHGIR SOMNATH

માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જન્મદિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવનું વર્ચ્યુઅલ પૂજન કર્યું

શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબ તેમજ પુજારિઓએ માન.મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી

ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ હોય જન્મદિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી સોમનાથ મહાદેવના પૂજનમાં જોડાયા હતા.પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પુજારિશ્રીઓ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. પૂજારીગણ દ્વારા મુખ્યમંત્રી સ્વસ્થ દીર્ઘાયુષ્ય અને એમના નેતૃત્વમાં જનકલ્યાણના કાર્યો અવિરત રહે તેવા શુભાશિષ આપવામાં આવ્યા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા અષાઢ વદ તેરસ એટલેકે માસિક શિવરાત્રીના શુભ અવસર પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને શુભ સંયોગ પર જન્મદિનની શુભેચ્છાઓ આપતા સકુશળ સ્વાસ્થય અને દેશ અને રાજ્યની સેવામાં સતત કાર્યદક્ષતાની શુભકામના પાઠવાવમાં આવી હતી.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button