જુનાગઢ જિલ્લા કલેકટર રાણાવસિયાએ સજોડે ગિરનાર પર બિરાજમાન માં અંબાની પૂજા અર્ચના કરી

જુનાગઢ જિલ્લા કલેકટર રાણાવસિયાએ સજોડે ગિરનાર પર બિરાજમાન માં અંબાની પૂજા અર્ચના કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા અને તેમના ધર્મપત્ની પૂજાબેન બાવડા જૂનાગઢ મહાનગર પાલિકા ડેપ્યુટી કમિશનર બન્ને પતિ પત્ની સજોડે ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના દર્શન અને પૂજન માટે પધારેલા બંને અધિકારીઓએ માતાજી સન્મુખ પૂજા અર્ચના આરતી કરી હતી, અને માતાજીના રૂડા આશીર્વાદ લીધા હતા.
આ તકે મંદિરના મહંત પૂજ્ય તનસુખગીરી બાપુએ બંને અધિકારીઓને માતાજીની ચુંદડી અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા.
ત્યારબાદ બંને સજોડે પગપાળા ગુરુ ગોરખનાથ અને કમંડળ કુંડ સુધી પ્રવાસ કર્યો હતો, અને વળતા પરત ફરતા માતાજીનો પ્રસાદ પણ તેઓએ લીધો હતો.
તેમજ ગીરનાર ઉડન ખટોલા મારફત પ્રથમ વખત સજોડે પધારેલા જિલ્લા કલેકટરે વરસાદી વાતાવરણનો અને ખુશનુમાં વાતાવરણમાં પ્રકૃતિને મન ભરી માણી હતી.





